Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 યહોવાએ જે પ્રમાણે તેમને કહ્યું હતું, ને યહોવાએ તેઓની આગળ પ્રતિ લીધી હતી તે પ્રમાણે, જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમની હાનિને માટે યહોવાનો હાથ તેમની વિરુદ્ધમાં હતો; અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તેઓ જ્યારે જ્યારે લડવા જાય ત્યારે ત્યારે પ્રભુએ તેમને શપથપૂર્વક આપેલી ચેતવણી પ્રમાણે તે તેમની વિરુદ્ધમાં રહેતા. આમ, તેઓ મહા સંકટમાં આવી પડયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ઇઝરાયલીઓ જ્યાં કંઈ લડાઈ માટે ગયા, જેમ તેમણે સમ લીધા હતા તેમ, ત્યાં તેઓને હરાવવા માટે યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધમાં હતો અને તેઓ ભયંકર સંકટમાં આવી પડ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ઈસ્રાએલી લોકો પોતાના શત્રુઓ સામે યુદ્ધ કરવા જતા ત્યારે યહોવાનો હાથ તેઓની વિરુદ્ધ રહેતો, યહોવાએ તે લોકોને ચેતવણી આપી હતી અને પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે આ પ્રમાંણે કરશે. પરિણામે ઈસ્રાએલીઓ ભારે આફતમાં આવી પડયા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:15
19 Iomraidhean Croise  

જ્યારે રહાબામનું રાજ્ય સ્થિર થયું તથા પોતે બળવાન થયો, ત્યારે તેણે તથા તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ યહોવાના નિયમનો ત્યાગ કર્યો.


તે વખતે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો છું તે જો પોતાની દુષ્ટતાથી ફરે, તો તેનો જે અનર્થ કરવાનું મેં વિચાર્યું હતું તે વિષે હું પસ્તાઈશ.


યહોવા કહે છે, હિતને માટે નહિ, પણ વિપત્તિને માટે મેં આ નગરની સામે મારું મુખ ફેરવ્યું છે; તે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, ને તેને આગ લગાડી બાળી નાખશે.


તેથી સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જુઓ, હું તમારી વિરુદ્ધ મારું મુખ ફેરવીશ, અને વિપત્તિ લાવીને આખા યહૂદિયાનો નાશ કરીશ.


જુઓ, હું હિત કરવા માટે નહિ, પણ વિપત્તિ લાવવા માટે તેઓ પર નજર રાખું છું; અને જે યહૂદીઓ મિસર દેશમાં છે, તેઓ બધા પતી જશે ત્યાં સુધી તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.


એ માટે યહોવા કહે છે, “જુઓ, આ પ્રજા ઉપર હું એવી આપત્તિ લાવવાની યોજના કરું છું કે જેમાંથી તમે તમારી ગરદનો કાઢી શકશો નહિ, ને તમે મગરૂરીથી ચાલી શકશો નહિ, કેમ કે તે સમય માઠો છે.


ચોતરફથી [અમારા પર] દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી. ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી.


પણ જે પ્રબોધક ગર્વ કરીને મારે નામે, જે વાત બોલવાની મેં તેને આ આપી નથી તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે, તે પ્રબોધક માર્યો જશે.’


અને યહૂદા સાથે, બિન્યામીન સાથે તથા એફ્રાઈમના કુળની સાથે પણ લડવા માટે આમ્‍મોનપુત્રો યર્દન ઊતર્યા. તેથી ઇઝરાયલ બહુ દુ:ખી થયા.


તોપણ શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો? તો શું તમે પતિ કર્યા વગર રહેશો? ના, મારી પુત્રીઓ! કેમ કે તમારી ખાતર મને ઘણું દુ:ખ થાય છે, કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે.”


પરંતુ જો તમે યહોવાની વાણી સાંભળશો નહિ, પણ યહોવાની આજ્ઞા વિરુદ્ધ બંડ કરશો, તો યહોવાનો હાથ જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો તેમ તમારી વિરુદ્ધ બંડ કરશો, તો યહોવાનો હાથ જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો તેમ તમારી વિરુદ્ધ થશે.


ઇઝરાયલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ, [કેમ કે લોકો દુ:ખી હતા,] ત્યારે ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા.


તે દિવસે ઇઝરાયલના માણસો હેરાન થઈ ગયા હતા. પણ શાઉલે લોકોને સોગન દઈને કહ્યું, “સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારું વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાઓ.” માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહિ.


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan