Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને યહોવા, તેઓના પિતૃઓના ઈશ્વર, જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા હતા તેમનો તેઓએ ત્યાગ કર્યો, ને અન્ય દેવોની ઉપાસના કરીને તેમને વંદન કર્યું, અને તેઓએ યહોવાને રોષ ચઢાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેમણે તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર તેમના પૂર્વજોના ઈશ્વરનો ત્યાગ કર્યો અને અન્ય દેવો એટલે તેમની આસપાસ વસતા લોકોના દેવોની પૂજા કરી. તેઓ તેમની આગળ નમ્યા અને પ્રભુને રોષ ચડાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને તેઓના પિતૃઓના જે યહોવાહ તેઓને મિસર દેશમાંથી બહાર લાવ્યા હતા, તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેઓ જે લોકો તેઓની આસપાસ હતા તેઓના દેવો પાછળ ગયા. જઈને તેઓ આગળ નમ્યાં. તેઓએ યહોવાહને ક્રોધિત થવાને ઉશ્કેર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહોવાએ કરેલી મદદને કારણે તેઓ મિસરમાંથી બહાર આવી ગયા. પણ તેઓએ તેમના પિતૃઓને મદદ કરનાર દેવ યહોવાને છોડી દીધા અને તેમની આસપાસના દેવોની પૂજા કરવા લાગ્યા. અન્ય દેવોની પૂજા કરીને તેઓએ યહોવાને કોપ વધારી દીધો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:12
21 Iomraidhean Croise  

તેઓએ તેમની મૂર્તિઓની સેવા કરી; અને તે તેઓને પાશરૂપ થઈ પડી.


કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો વડે તેમને રોષ ચઢાવ્યો, અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો.


અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે, આનો શો અર્થ છે? ત્યારે તું તેને કહે કે, યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યા.”


અને તે તારા હાથ પર ચિહ્નરૂપ તથા તારી આંખોની વચમાં ચાંદરૂપ થશે, કેમ કે યહોવા પરાક્રમથી અમને મિસરમાંથી કાઢી લાવ્યા.”


અને મૂસાએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા, તેની યાદગીરી રાખો; કેમ કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે તમને ત્યાંથી કાઢી લાવ્યા; ખમીરવાળી રોટલી ખાવી નહિ;


અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે, એ માટે કે યહોવાનો નિયમ તારે મોઢે રહે; કેમ કે યહોવા તને બળવાન હાથે મિસરમાંથી કાઢી લાવ્યા છે.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


ત્યારે તું તેઓને કહેજે કે, યહોવા કહે છે કે, [વિપત્તિ આવવાનું] કારણ એ છે કે, તમારા પૂર્વજો મને તજીને અન્ય દેવોની પાછળ ગયા, ને તેઓની સેવા તથા આરાધના કરી, તેઓએ મારો ત્યાજ કર્યો, ને મારું નિયમશાસ્ત્ર પાળ્યું નહિ.


અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો; કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ને જેમણે બંદીખાનામાથી તને છોડાવ્યો, તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આ કરી છે તેમાંથી તે તને ભમાવી દે. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.


[એ કરાર તથા પ્રતિજ્ઞા હું કરું છું] રખેને તમારામાં કોઈ પુરુષ કે સ્‍ત્રી કે કુટુંબ કે કુળ એવું હોય કે, જેનું મન આજે યહોવા તમારા ઈશ્વર તરફથી ફરી જઈને એ દેશજાતિઓના દેવોની સેવા કરવા લલચાય. રખેને પિત્ત તથા કડવાશરૂપી જડ તમારામાં હોય.


ત્યારે લોકો કહેશે, ‘એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ત્યારે જે કરાર તેમણે તેઓની સાથે કર્યો હતો, તેનો તેઓએ ત્યાગ કર્યો.


પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી; તું હ્રષ્ટપુષ્ટ થયો છે, તું જાડો થયો છે, તું સુવાળો થયો છે. ત્યારે જેમણે તેને બનાવ્યો તે યહોવાનો તેણે ત્યાગ કર્યો, અને પોતાના તારણના ખડકનો તિરસ્કાર કર્યો.


તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”


તને છોકરાં ને છોકરાંનાં છોકરાં થયા પછી, ને તમે તે દેશમાં લાંબી મુદત સુધી રહ્યા પછી, જો તમે ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ કરશો, ને જે કામ યહોવા તારા ઈશ્વરની નજરમાં દુષ્ટ છે તે કરીને તેમને કોપાયમાન કરશો.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર. કેમ કે હું યહોવા તારો ઈશ્વર આવેશી ઈશ્વર છું:જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી, પિતાના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર;


ત્યારે સાવધાન રહે, રખેને યહોવા તારરા ઈશ્વર જે તને મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી કાઢી લાવ્યા તેમને તું ભૂલી જાય.


ત્યારે યહોવાએ ઇઝરાયલી લોકોને કહ્યું, “મિસરીઓથી, અમોરીઓથી, આમ્‍મોનપુત્રોથી તથા પલિસ્તીઓથી [શું મેં તમને ઉગાર્યા નહોતા] ?


તેઓએ નવા દેવોને પસંદ કર્યા; તે વખતે ભાગળોમાં યુદ્ધ હતું; શું ઇઝરાયલના ચાળીસ હજાર મધ્યે કોઈની પાસે ઢાલ કે બરછી દેખાતી હતી?


ગિદિયોનના મરણ પછી એમ થયું કે ઇઝરાયલી લોકો પાછા ફરી ગયા, અને બાલીમની પાછળ વંઠી ગયા, ને બાલ-બરીથને પોતાનો દેવ કરી માન્યો.


Lean sinn:

Sanasan


Sanasan