Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તે આખી પેઢી પણ પોતાના પિતૃઓની સાથે મળી ગઈ. અને તેઓના પછી એક એવી પેઢી ઉત્પન્‍ન થઈ કે, જે યહોવાને તથા ઇઝરાયલને માટે યહોવાએ જે કામ કર્યું હતું તે પણ જાણતી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 એ આખી પેઢીના લોક અવસાન પામી પોતાના પૂર્વજો સાથે મળી ગયા અને તેમના પછી એક નવી પેઢી ઊભી થઈ જે પ્રભુને તથા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કાર્યોને જાણતી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓની પેઢી પણ તેમના પિતૃઓ સાથે ભળી ગઈ. પછીની બીજી પેઢી ઊભી થઈ તે ઈશ્વરને અથવા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કૃત્યો હજી સુધી જાણતી નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેના પછી આ આખી પેઢી ગુજરી ગઈ. બીજી પેઢી આવી, તેને ન હતી યહોવાની ખબર કે ન હતી ઈસ્રાએલીઓ માંટે તેણે કરેલાં ઉમદા કાર્યોની ખબર.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:10
26 Iomraidhean Croise  

પણ તું પોતાના બાપદાદાઓની પાસે શાંતિએ જશે; અને તું ઘણો ઘરડો થયા પછી દટાશે.


અને ઇશ્માએલના આયુષ્યનાં વર્ષ એક સો આડત્રીસ હતાં; અને તે પ્રાણ છોડીને મરી ગયો, ને તેના પૂર્વજોની સાથે મળી ગયો.


ત્યારે પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો, અને વૃદ્ધ તથા પાકટ વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.


અને યાકૂબ પોતાના દિકરાઓને આજ્ઞા આપી રહ્યો, ત્યાર પછી તેણે પોતાના પગ પલંગ પર લાંબા કરીને પ્રાણ છોડયો, ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.


જ્યારે તારા દિવસો પૂરા થશે, ને તું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ, ને તેનું રાજ્ય હું સ્થાપીશ.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


તોપણ ઈશ્વરને કહેતા હતા, ‘અમારી પાસેથી દૂર જા; કેમ કે અમે તારા માર્ગોનું જ્ઞાન મેળવવા ઈચ્છતા નથી.


પછી યૂસફ તથા તેના સેર્વ ભાઈઓ તથા તે પેઢીનાં સર્વ માણસો મરી ગયાં.


હવે મિસર દેશ ઉપર એક નવો રાજા થયો કે જે યૂસફને ઓળખતો નહોતો.


ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”


વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી તથા દ્રાક્ષારસ છે; પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી, અને યહોવાના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી.


તેણે ગરીબ અને લાચારને ઇનસાફ આપ્યો; તે સમયે તેને સુખ હતું. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એવું યહોવા કહે ચે.


વળી યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” એવું યહોવા કહે છે.


મારા લોકને છોડીને તેઓની પાસેથી દૂર જવાને મારે માટે વનમાં વટેમાર્ગુઓનો ઉતારો હોત તો કેવું સારું! કેમ કે તેઓ સર્વ વ્યભિચારીઓ તથા વિશ્વાસઘાતીઓનું મંડળ છે.


ધનુષ્ય ખેંચવામાં આવે છે તેમ તેઓ જૂઠું બોલવા માટે પોતાની જીભ ખેંચે છે. દેશમાં તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ સત્યને માટે તેઓ પરાક્રમી નથી. તેઓ દુષ્કર્મ કર્યા પછી એથી અધિક દુષ્કર્મ કરવા જાય છે, અને તેઓ મને ઓળખતા નથી, ” એવું યહોવા કહે છે.


તેઓ દરેક અસત્ય બોલીને પોતાના પડોશીને ઠગે છે, તેઓએ પોતાની જીભને અસત્ય બોલવાની ટેવ પાડી છે, તેઓ અધર્મ કરી કરીને થાકે છે.


અને જેમ હારુન તારો ભાઈ મળી ગયો, તેમ તું પણ તે જોઈને તારા પૂર્વજોની સાથે મળી જઈશ.


પછી સ્‍ત્રી પણ મરી ગઈ.


કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે. અને આ લોકો ઊઠશે, ને જે દેશમાં તેઓ વસવા જાય છે તેમાંના પારકા દેવોની પાછળ વંઠી જઈને મારો ત્યાગ કરશે, ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તોડશે.


તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.


તેઓ ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેમનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા, ને સર્વ સારાં કામને માટે નકામા છે.


અને યહોશુઆની આખી જિંદગી સુધી, ને જે વડીલો યહોશુઆની પાછળ જીવતા રહ્યા, અને યહોવાએ જે સર્વ કામ ઇઝરાયલને માટે કર્યાં હતાં તે જેઓ જાણતા હતા તેઓના જીવતાં સુધી ઇઝરાયલે યહોવાની સેવા કરી.


હવે એલીના દીકરા બલિયાલપુત્રો હતા; તેઓ યહોવાને ઓળખતા નહોતા.


Lean sinn:

Sanasan


Sanasan