Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 19:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એવી રીતે તે બન્‍નેએ એકઠાં બેસીને ખાધુંપીધું. પછી તે યુવતીના પિતાએ તે માણસને કહ્યું, “કૃપા કરીને રાજી થઈને આજની રાત રહે, ને તારા દિલને ખુશ કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી બે માણસોએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ તેને કહ્યું, “મારું માનો તો રાત અહીં જ ગાળો અને તમારા દિલને ખુશ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી તેઓ બન્નેએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ લેવીને કહ્યું, “કૃપા કરી જો તારી ઇચ્છા હોય તો આજની રાત અહીં રોકાઈ જા અને આનંદ કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી તે બે જણે ભેગા બેસીને ખાધું પીધું; સસરાએ જમાંઈને કહ્યું, “માંની જાઓ, રાત અહીં જ ગાળો, અને મોજ કરો.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 19:6
15 Iomraidhean Croise  

આબ્શાલોમે પોતાનઅ ચાકરોને આજ્ઞા કરી, કે આમ્નોનનું મન દ્રાક્ષારસથી મગ્ન થઈ જાય, તે ધ્યાનમાં રાખજો. અને હું તમને કહું, ‘આમ્નોનને મારો, ’ ત્યારે તેને મારી નાખજો, બીશો નહિ; શું મેં તમને આજ્ઞા આપી નથી? હિમ્‍મતવાન અને શૂરવીર થજો.”


અને તેની પત્ની ઇઝબેલે તેને કહ્યું “તમે ઇઝરાયલનું રાજ ચલાવો છો કે નહિ? ઊઠો, ને રોટલી ખાઓ, ને મનમાં મગ્ન થાઓ; હું તમને યિઝ્‍એલી નાબોથની દ્રાક્ષાવાડી આપીશ.”


સાતમે દિવસે રાજાનું મન દ્રાક્ષારસથી મગ્ન હતું, ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર તથા કાર્કાસ, એ સાત ખોજા અહાશ્વેરોશ રાજાના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી,


વળી માણસના હ્રદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંત:કરણને બળ આપનાર રોટલી [તે નિપજાવે છે].


હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.’


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો દસમો ભાગ જમીનદોસ્ત થયો. એ ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયાં. અને જે બાકી રહ્યાં હતાં તેઓ ભયભીત થયાં, ને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.”


અને એમ થયું કે તેઓનાં દિલ ખુશ થયાં હતાં ત્યારે તેઓએ કહ્યું, “સામસૂનને બોલાવો કે તે આપણી આગળ કંઈ તમાશો કરે.” તેઓએ સામસૂનને કેદખાનામાંથી બોલાવી મંગાવ્યો; અને તેણે તેઓની આગળ તમાશો કર્યો. પછી તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો.


તે માણસ તો વિદાયગીરી લેવા માટે ઊભો થયો હતો. પણ તેના સસરાએ તેને આગ્રહ કર્યાથી તે ત્યાં પાછો રહ્યો.


પછી તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાયગીરી લેવા માટે ઊભો થયો, ત્યારે તેના સસરાએ, એટલે તે યુવતીના પિતાએ, તેને કહ્યું, “જો, હવે દિવસ અસ્ત થવા આવ્યો છે, કૃપા કરીને રાત રહી જાઓ. જુઓ, દિવસ આથમવા આવ્યો છે. અહીં રહીને તારા હ્રદયને ખુશ કર; અને કાલે સવારે વહેલાં [ઊઠીને] તમારે ઘેર જજો.”


અને તેઓ સીમમાં ગયા, ને પોતાની દ્રાક્ષાવાડીઓ વેડી, ને તેને નિચોવીને મિજબાની કરી, ને પોતાના દેવના મંદિરમાં જઈને ખાઈપીને, અબીમેલેખને શાપ આપ્યો.


બોઆઝ ખાઈપી રહ્યો, ને તેનું મન મગ્ન થયું; એટલે અનાજના ઢગલાની બાજુએ જઈને તે સૂતો; ત્યારે તે ધીમેથી આવીને તેના પગ ઉઘાડા કરીને સૂઈ ગઈ.


પછી અબિગાઇલ નાબાલ પાસે આવી, તો જુઓ, તેણે પોતાને ઘેર બાદશાહી જમણ જેવું એક જમણ કર્યું હતું. અને નાબાલનું દિલ ઘણું જ ખુશ થયું, કેમ કે તે ઘણો પીધેલો હતો; માટે સવારનું અજવાળું થતાં સુધી તેણે તેને ઓછુંવત્તું કંઈ કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan