Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 18:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યારે તે પાંચ માણસ વિદાય થયા, ને લાઇશ આવ્યા, ને ત્યાંના લોકોને જોયા કે, તેઓ નિશ્વિત રહે છે, તથા સિદોનીઓની જેમ શાંત તથા નિર્ભય છે. કેમ કે તેમને કશામાં પણ શરમાવે એવો તે દેશમાં કોઈ હાકેમ નહોતો, તેઓ સિદોનીઓથી વેગળા હતા, ને કોઈની સાથે તેઓને કશો વ્યવહાર નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેથી પેલા પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ નગરમાં ગયા. તેમણે ત્યાં જઈને જોયું તો ત્યાંના લોકો સિદોનીઓની જેમ નિશ્ર્વિંતપણે રહેતા હતા. તેઓ શાંતિપ્રિય અને નિશ્ર્વિંત હતા અને કોઈની સાથે તેમને વિખવાદ નહોતો, કારણ, દેશ સમૃદ્ધ હોવાથી તેમને કશાની ખોટ નહોતી. તેઓ સિદોનીઓથી ઘણે દૂર વસતા હતા અને તેમને બીજા લોકો સાથે કોઈ વ્યવહાર નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી એ પાંચ માણસો લાઈશ આવ્યા અને તેઓએ લોકોને જોયા કે જ્યાં તેઓ સલામતીમાં રહેતા હતા-એ જ રીતે સિદોનીઓ મૂંઝવણ ન અનુભવવાને બદલે સુરક્ષિત રહેતા હતા. તે દેશમાં એવો કોઈ ન હતો કે, તેઓને જીતી શકે અથવા તેઓને કોઈપણ રીતે તકલીફ આપે. તેઓ સિદોનીઓથી ઘણાં દૂર રહેતા હતા અને કોઈની સાથે વ્યવહાર રાખતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી તે પાંચ જણ ત્યાંથી નીકળીને “લાઈશ” પહોચ્યા. ત્યાં તેમણે જોયું તો લોકો સિદોનના લોકોના શાસન હેઠળ નિશ્ચિંત જીવન ગાળતા હતાં. તે લોકોને શાંતિ હતી અને કોઈ ચિંતા નહોતી તેઓ એકબીજા સાથે ઝગડો કરતા ન હતાં, અત્યાચાર કરનાર કોઈ ન હતાં. તેઓ સિદોનીના લોકોથી ખૂબ દૂર રહેતા હતાં અને તેઓએ કોઈની પણ સાથે કોઈ કરાર કર્યા ન હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 18:7
13 Iomraidhean Croise  

અને “તેં એમ કેમ કર્યું, ” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહતો. વળી તે ઘણો સુંદર હતો; અને અબ્શાલોમની પછી તે જનમ્યો હતો.


અને એમ થયું કે નબાટના દીકરા યરોબામનાં પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો, ને તેણે જઈને બાલની સેવા કરીને તેની ભક્તિ કરી.


તેઓને પૌષ્ટિક તથા સારો ચારો મળ્યો, ને દેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. કેમ કે અગાઉ ત્યાંના રહેવાસીઓ હામના વંશજો હતા.


યહોવા કહે છે, ઊઠો, ને જે લોકો સ્વસ્થ અને નિશ્ચિંત રહે છે, જેઓને દરવાજા નથી તથા ભૂંગળો નથી, જેઓ એકલા વસે છે, તેઓની સામે ચઢી જાઓ.


કેમ કે સારું કામ [કરનાર] ને હાકેમો ભયરૂપ નથી, પણ ભૂંડું [કામ કરનારને છે]. અધિકારીની તને બીક ન લાગે, એવી તારી ઇચ્છા છે? તો તું સારું કર, એટલે તેના તરફથી તારાં વખાણ થશે.


અને દાનપુત્રોની સરહદ તેઓની પેલી બાજુએ નીકળી; કેમ કે દાનપુત્રોએ લેશેમની સામે યુદ્ધ કરવા ચઢાઈ કરી, ને તે જીતી લીધું, ને તરવારથી તેને માર્યું, તે તેને વતન કરી લઈને તેમાં વસ્યા, ને પોતાના પિતા દાનના નામ ઉપરથી લેશેમનું નામ દાન પાડ્યું.


વળી ભૂંડું કરનારાઓને દંડ કરવાને તથા સારું કરનારાઓનાં વખાણ કરવાને તેણે નીમેલા અધિકારીઓને તમે આધીન થાઓ.


તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી.’


અને ઇઝરાયલને પેટે જન્મેલા પોતાના પૂર્વ જ દાનના નામ ઉપરથી તેઓએ તેનું નામ દાન પાડ્યું; પરંતુ પહેલાં તે નગરનું નામ લાઇશ હતું.


પુરોહિતે તેઓને કહ્યું, “શાંતિથી ચાલ્યા જાઓ. જે રસ્તે તમે જાઓ છો તે યહોવાની સમક્ષ છે.”


એ બાતમીદારો સોરા તથા એશ્તાઓલમાં પોતાના ભાઈઓની પાસે પાછા આવ્યા; અને તેઓના ભાઈઓની પાસે પાછા આવ્યા; અને તેઓના ભાઈઓએ તેમને પૂછ્યું, “તમે શી [ખબર લાવ્યા] ?”


કેમ કે મેં તેને કહ્યું છે કે, જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ, કેમ કે તારા દીકરાઓ પોતા પર શાપ લાવ્યા, છતાં તેં તેમને અડકાવ્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan