Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 18:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેણે તેઓને કહ્યું, “મિખાએ મારે માટે ફલાણું ફલાણું કર્યું છે, ને તેણે મને પગારથી રાખ્યો છે, ને હું તેનો પુરોહિત થયો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેણે જવાબ આપ્યો, “મારે મિખા સાથે વ્યવસ્થા થયેલી છે. યજ્ઞકાર તરીકે સેવા કરવાના બદલામાં તે મને પગાર ચૂકવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેણે તેઓને કહ્યું, મિખાએ મારા માટે આ કર્યું છે. “તેણે મને કામ પર રાખ્યો અને હું તેનો યાજક થયો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેણે મીખાહે તેના માંટે જે કંઈ કર્યુ હતું તે તેઓને કહી દીધું અને કહ્યું કે, “તેણે મને કામ રાખ્યો છે અને હું તેનો યાજક છું.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 18:4
16 Iomraidhean Croise  

આંખની શરમ રાખવી એ સારું નથી; તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ [સારું નથી].


વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે.


મારા લોકોમાંથી જેઓ જૂઠી વાત પર લક્ષ આપે છે તેઓની આગળ તમે જૂઠું બોલીને, જે જીવોને મરવું ઘટિત નથી તેમને સંહારવાને, ને જે જીવોને જીવવું ઘટિત નથી તેઓને બચાવી રાખવાને તમે મુઠ્ઠી મુઠ્ઠી જવ ને ટુકડો ટુકડો રોટલી લઈને, મને મારા લોકોમાં હલકો પાડ્યો છે.


“બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે, એવો જો તમારામાં કોઈ હોત તો કેવું સારું!” સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી, તેમ જ હું તમારા હાથનું અર્પણ પણ સ્વીકારશ નહિ.


મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્‍ત્રનો લોભ કર્યો નથી.


મદ્યપાન કરનાર નહિ, મારનાર નહિ, પણ સહનશીલ; કજિયા કરનાર નહિ, દ્રવ્યલોભી નહિ,


તેઓનાં મોં બંધ કરવાં જોઈએ. તેઓ નીચ લાભને માટે જે ઘટિત નથી તે શીખવીને આખાં કટુંબોને ઊંધાં વાળે છે.


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


મિખાએ તેને કહ્યું, “મારી સાથે રહે, ને મારો પિતા તથા પુરોહિત થા; હું તને વર્ષે દશ રૂપિયા, એક જોડ લૂગડાં તથા ખાવાનું આપીશ.” તેથી તે લેવી તેને ત્યાં રહ્યો.


મિખાએ તે લેવીની પ્રતિષ્ઠા કરી, ને તે જુવાન તેનો પુરોહિત થઈને મિખાના ઘરમાં રહ્યો.


તેઓ મિખાના ઘરની નજીક આવ્યા, ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો; અને તેઓ પાછા ફરીને ત્યાં ગયા, અને તેને પૂછ્યું, “તને અહીં તને શું મળે છે?”


તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે ફતેહમંદ નીવડશે કે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan