Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 18:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જે પાંચ માણસ દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ ઘરમાં પેસીને કોરેલી મૂર્તિ, એફોદ તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધાં; અને પેલા છસો હથિયારબંધ માણસોની સાથે દરવાજાના નાકા આગળ પુરોહિત ઊભો રહેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પાંચ માણસો તો સીધા ઘરમાં પેસી ગયા અને ચાંદીએ મઢેલી લાકડાની કોતરેલી મૂર્તિ, અન્ય મૂર્તિઓ તથા એફોદ લઈ આવ્યા. પેલો યજ્ઞકાર તો દરવાજે છસો શસ્ત્રસજિત માણસો સાથે જ ઊભો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પાંચ માણસો કે જેઓ દેશની જાસૂસી કરવાને ગયા હતા તેઓએ ઘરમાં જઈને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધી, ત્યારે યુદ્ધ માટે હથિયારોથી સજ્જ થયેલા પેલા છસો માણસો સાથે યાજકો દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ઊભો રહેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 અને જે પાંચ જણ માંહિતી મેળવવા આવ્યા હતાં, તેઓએ અંદર જઈને લાકડાની કોતરકામ કરેલી અને ચાંદીથી મઢેલી મૂર્તિ, એફ્રોદ તથા કુળદેવતાઓને લઈ લીધા. દરમ્યાન યાજક 600 સશસ્ત્ર સૈનિકો સાથે દરવાજા આગળ ઊભો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 18:17
19 Iomraidhean Croise  

હવે લાબાન પોતાનાં ઘેટાં કાતરવા ગયો હતો; અને રાહેલે પોતાના પિતાની ઘરમૂર્તિઓ ચોરી લીધી.


હવે તારે જવું તો છે જ, કેમ કે તારા પિતાને ઘેર જવાની તને બહુ ઇચ્છઅ છે, તોપણ તેં મારા દેવોને કેમ ચોરી લીધા છે?”


અને તેઓએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે બાળી નાખ્યું, ને તેને વાટીને ભૂકો કર્યો, ને પાણીમાં ભભરાવીને ઇઝરાયલી લોકોને તે પાણી પીવડાવ્યું.


તેઓ સર્વ વ્યર્થ છે, તેઓનાં કામ શૂન્ય જ છે; તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ [જેવી] તથા શૂન્યવત છે.


તેઓ તેને ખભા પર ઊંચકે છે, તેને ઉપાડી લઈને તેના પોતાના સ્થાનમાં મૂકે છે, તે ઊભો રહે છે; પોતાના સ્થાનમાંથી તે ખસતો નથી. વળી કોઈ તેને હાંક મારે, પણ તે ઉત્તર આપી શકતો નથી; કે એના સંકટમાંથી તે એને તારી શકતો નથી.


કેમ કે માર્ગમાં ફાંટા પડે છે તે જગાએ, બે માર્ગના મથક પર બાબિલનો રાજા શકુન જોવા ઊભો‌ છે: તે આમતેમ તીર હલાવે છે, તે તરાફીમની સલાહ લે છે, તે કલેજામાં અવલોકન કરે છે.


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


હું તારી ઘડેલી મૂર્તિઓને તથા તારા ભજનસ્તંભોને તારામાંથી નષ્ટ કરીશ. અને તું ફરીથી તારા હાથના કૃત્યને કદી ભજશે નહિ.


જે પાંચ માણસ લાઈશના દેશની બાતમી કાઢવા ગયા હતા, તેઓએ પોતાના ભાઈઓને કહ્યું, “તમે જાણો છો કે, આ ઘરોમાં એફોદ તથા તરાફીમ તથા કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમારે શું કરવું તેનો વિચાર કરો.”


દાનપુત્રોમાંના છસો હથિયારબંધ માણસો દરવાજાના નાકામાં ઊભા રહ્યા.


જ્યારે તેઓ મિખાના ઘરમાં ગયા, ને કોરેલી મૂર્તિ, એફોદ તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા, ત્યારે પુરોહિતે તેઓને પૂછ્યું, “તમે આ શું કરો છો?”


એથી દાનપુત્રોએ પોતાના કુટુંબના સર્વ માણસોમાંથી પાંચ શૂરવીર પુરુષોને સોરા તથા એશ્તાઓલથી દેશની બાતમી કાઢવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેઓને કહ્યું, “જઈને દેશની તપાસ કરો.” અને તેઓએ એફ્રાઈમના પહાડી‍ પ્રદેશમાં મિખાને ઘેર આવીને ત્યાં ઉતારો કર્યો.


અને યોઆશે તેની સામા ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું, “શું તમે બાલના પક્ષમાં બોલશો? અથવા શું તમે તેને બચાવશો? જે કોઈ તેના પક્ષમાં બોલે તે સવાર થતાં પહેલાં માર્યો જાય. જો તે ઈશ્વર હોય તો તે પોતે પોતાનો બચાવ કરે, કેમ કે કોઈકે તેની વેદી તોડી પાડી છે.”


પછી મિખાલે તરાફીમ લઈને પલંગ પર સુવાડ્યાં, ને તેને ઓશીકે બકરાંના વાળનો તકિયો મૂક્યો, ને તે પર કપડાં ઓઢાડ્યાં.


વળી ઈશ્વરનો કોશ [શત્રુઓના] હાથમાં ગયો, અને એલીના બે દીકરા હોફની અને ફીનહાસ માર્યા ગયા.


Lean sinn:

Sanasan


Sanasan