ન્યાયાધીશો 17:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે પોતાની માને કહ્યું, “જે અગિયારસો રૂપિયા તારી પાસેથી ચોરી લેવામાં આવ્યા. હતા, ને જેને લીધે તેં શાપ આપ્યો હતો, ને વળી મને પણ કહી સંભળાવ્યું હતું, તે રૂપિયા મારી પાસે છે. તે મેં લીધા હતા.” તેની માએ કહ્યું, “મારા દીકરા પર યહોવાનો આશીર્વાદ આવો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેણે પોતાની માતાને કહ્યું, “તારા ચાંદીના અગિયારસો સિક્કા ચોરાઈ ગયા ત્યારે તેં તે ચોરી જનારને મારા સાંભળતાં શાપ દીધો હતો. હવે આ રહ્યા એ પૈસા. મેં જ તે લીધા હતા.” તેની માતાએ કહ્યું, “બેટા, પ્રભુ તને આશિષ આપો!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે પોતાની માતાને કહ્યું, “ચાંદીના જે અગિયારસો સિક્કા તારી પાસેથી ચોરી લેવાયા હતા, તેના લીધે તેં શાપ આપ્યો હતો, મેં તે સાભળ્યું હતું! હવે અહીં જો! તે ચાંદીના સિક્કા મારી પાસે છે. મેં લઈ લીધાં હતા.” તેની માતાએ કહ્યું, “મારા દીકરા, ઈશ્વર તને આશીર્વાદ આપો!” Faic an caibideilપવિત્ર બાઈબલ2 એક દિવસ તેણે તેની માંતાને કહ્યું, “જ્યારે તારા અગિયારસો ચાંદીના સિક્કા ચોરાઈ ગયા ત્યારે તેં ચોરને શાપ દીધો હતો, તે મેં સાંભળ્યો હતો, એ સિક્કા માંરી પાસે જ છે, મેં જ તે ચોર્યા હતાં.” તેની માંતાએ કહ્યું, “યહોવા તારું ભલું કરો, બેટા.” Faic an caibideil |
તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,