Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 16:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને સામસૂને કહ્યું, “હું પલિસ્તીઓની સાથે ભલે કરું.” પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો; એટલે સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું, આ પ્રમાણે મરતી વેળા જેઓને તેણે મારી નાખ્યાં તેઓની સંખ્ય તેની હયાતીમાં તેણે મારી નાખેલાં માણસો કરતાં વધારે હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 અને પૂરા બળથી ધક્કો લગાવ્યો અને પાંચ રાજાઓ તથા અન્ય સર્વ પર મકાન તૂટી પડયું. શિમશોને પોતાના જીવન દરમિયાન મારી નાખેલા માણસો કરતાં તેના મૃત્યુ સમયે તેણે વધારે માણસો મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 સામસૂને કહ્યું, “હું પલિસ્તીઓની સાથે ભલે મરું!” તેણે પોતાની સંપૂર્ણ બળ થાંભલા પર અજમાવી. એટલે શાસકો પર તથા તેની અંદરના સર્વ માણસો પર ઇમારત તૂટી પડી. એમ મરતી વખતે તેણે જેઓને માર્યા તેઓની સંખ્યા તેના જીવનકાળ દરમિયાન તેણે મારેલાઓના કરતાં વધારે હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 સામસૂને કહ્યું, “મને પલિસ્તીઓની સાથે મરવા દો.” પછી તેણે મંદિરના થાંભલા પર સંપૂર્ણ બળ વાપરીને નીચે એવી રીતે ખેચી પાડ્યા કે તે મંદિરના તમાંમ લોકો ઉપર તૂટી પડે જેમાં પલિસ્તીના આગેવાનો પણ હતાં આમ, તેણે ઘણા માંણસો માંરી નાખ્યા તે મરી રહ્યો હોવાથી તેણે જેટલા લોકોને માંર્યા હતાં તેના કરતા વધારે સંખ્યામાં લોકોને માંર્યા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 16:30
21 Iomraidhean Croise  

અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


દુષ્ટોનો જયજયકાર ક્ષણભંગુર છે, અને અધર્મીઓનો હર્ષ માત્ર ક્ષણિક છે?


શું તે દુરાચારીઓને માટે વિપત્તિ, અને અન્યાય કરનારાઓને માટે આફત નથી?


જે માણસ નમી ગએલી ભીંત કે ખસી ગએલી વાડ જેવો છે, તેને મારી નાખવાને તમે સર્વ ક્યાં સુધી તેના પર ચઢાઈ કરશો?


મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ જ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.


કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે.


પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું.


ત્યારે પાઉલે તેમને ઉત્તર આપ્યો, “તમે શું કરવા રડો છો, અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુનાં નામની ખાતર યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.”


પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.


કેમ કે ખ્રિસ્તના કામને માટે તે મરણની નજીક આવી ગયો, અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને [તેણે] પોતાનો જીવ જોખમમાં નાખ્યો.


અને માણસના આકારમાં પ્રગટ થઈને, મરણને, હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.


અને રાજયો તથા અધિકારોને તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને [જાહેર રીતે] ઉઘાડાં પાડયાં.


કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે.


પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, ને તેણે આશ્કલોનમાં જઈને તેઓમાંના ત્રીસ જણને માર્યા, ને તેઓનાં વસ્‍ત્ર લૂટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યાં. અને તેને ક્રોધ ચઢ્યો, ને તે પોતાના પિતાના ઘેર ચાલ્યો ગયો.


પછી તેને ગધેડાનું તાજું જડબું મળ્યું; પોતાનો હાથ લંબાવી તે લઈને તે વડે તેણે એક હજાર માણસોને મારી નાખ્યા.


પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો; અને તે જઈને એટામ ખડકની ખોમાં રહ્યો.


પછી વચ્ચેના બન્‍ને થાંભલા જેના પર ઘરનો આધાર રહેલો હતો, તે સામસૂને પકડ્યા, એટલે એકને જમણા હાથથી ને એકને ડાબા હાથથી, ને તેમને અઢેલીને તે ઊભો થયો.


પછી તેનાં ભાઈ તથા તેના પિતાના ઘરનાં સર્વ માણસો ત્યાં આવીને તેને લઈ ગયાં, ને સોરા તથા એશ્તાઓલની વચમાં તેના પિતા માનોઆના કબરસ્તાનમાં તેઓએ તેને દાટ્યો. તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan