Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 16:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પછી તેણે કહ્યું. “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ.” પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 પછી તેણે બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” તે જાગી ઊઠયો, અને તેણે માની લીધું કે, “હું પહેલાની જેમ ઝટકો મારીને છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર નહોતી કે પ્રભુએ હવે તેને તજી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેણે કહ્યું, “સામસૂન પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ મારું શરીર હલાવીશ.” પણ તેને ખ્યાલ નહોતો કે ઈશ્વર તેની પાસેથી જતા રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ત્યાર પછી દલીલાહે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તમને પકડવા આવ્યા છે!” તે ઊધમાંથી જાગી ઊઠયો અને વિચાર કરવા લાગ્યો કે, “હું ઝટકો માંરીને દર વખતની જેમ છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર ન પડી કે યહોવા તેને છોડીને જતાં રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 16:20
21 Iomraidhean Croise  

તેથી તે આસાને મળવા ગયો, ને તેન કહ્યું, “આસા, અને સર્વ યહૂદા તથા બુન્યામીન, મારું સાંભળો; જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેમને તજી દેશો તો તે તમને તજી દેશે.


કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે, તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાની વિરુદ્ધ આપને પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા, અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહિ.


પરદેશીઓએ તેનું બળ શોષી લીધું છે, અને તેને તેનું ભાન તેનું બળ શોષી લીધું છે, અને તેને તેનું ભાન નથી. તેને શિરે આછાં આછાં પળિયાં આવ્યાં છે. તોપણ તે જાણતો નથી.


ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંડ ન કરો, તેમ જ દેશના લોકોથી તમે ડરી જશો નહિ; કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહિ.”


અને હું તેને તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી ન શક્યા.”


ત્યારે તેમણે તેઓને કહ્યું “તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચીત કહું છું કે, તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, તું અહીંથી ત્યાં ખસી જા, ’ ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહિ. [


કોઈ પણ બાબત [નો નિર્ણય] અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે.


જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત?


એ કારણથી ઇઝરાયલી લોકો તેમના શત્રુઓની આગળ ટકી શકતા નથી. તેઓ તેમના શત્રુઓની આગળ પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શાપિત થયા છે. તમે તમારામાંથી શાપિત વસ્તુનો નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી.


તેણે [સાળના] ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” તેણે ઊંધમાંથી જાગીને સાળનો ખીલો તથા થાન ખેંચી કાઢ્યા.


તેણે તેને પોતાના ખોળામાં સુવાડીને ઊંઘમાં નાખ્યો; પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની સાતે લટો બોડાવી નાખી. અને તે તેને હેરાન કરવા લાગી, ને તેનામાંથી બળ જતું રહ્યું.


ત્યારે પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી; અને તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ પહેરાવી. અને તે બંદીખાનામાં દળતો હતો.


મધરાત લગી સામસૂન સૂઈ રહ્યો, ને મધરાતે ઊઠીને તેણે નગરનો દરવાજાનાં કમાડ તથા બન્‍ને બારસાખો પકડીને ભૂંગળસહિત ખેંચી કાઢ્યાં, ને તેમને ખાંધ પર મૂકીને હેબ્રોનની સામેના એક પર્વતના શિખર પર લઈ ગયો.


હવે તેણે કેટલાકને અંદરની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. પછી દલિલાએ તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” એટલે જેમ શણની દોરી આગને અડક્યાથી તૂટી જાય છે, તેમ તેણે તે બંધ તોડી નાખ્યા. એમ તેના બળ વિષે ખબર પડી નહિ.


હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો, ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો.


અને બીજા દિવસે એમ થયું કે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોસભેર આવ્યો, અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. અને દાઉદ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો, અને શાઉલના હાથમાં ભાલો હતો.


શાઉલ દાઉદથી બીતો હતો, કેમ કે યહોવા દાઉદની સાથે હતા, પણ શાઉલ પાસેથી જતા રહેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan