Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 13:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પછી તે સ્‍ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું, “ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, ને તેનું મુખ ઈશ્વરના દૂતના મુખ જેવું, ઘણું ભયંકર હતું. અને તે ક્યાંથી આવ્યો એ મેં તેને પૂછ્યું નહિ, ને તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી સ્ત્રીએ જઈને તેના પતિને કહ્યું, “મારી પાસે એક દૈવી પુરુષ આવ્યો હતો, તેનો ચહેરો ઈશ્વરના દૂતના ચહેરા જેવો ખૂબ પ્રભાવશાળી હતો. તે ક્યાંથી આવ્યો હતો તે મેં તેને પૂછયું નહિ, તેમ તેણે મને તેનું નામ પણ કહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે તે સ્ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું કે, “ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, તેનો દેખાવ ઈશ્વરના દૂત જેવો હતો, તેથી મને ઘણી બીક લાગી. તે ક્યાંથી આવ્યો તે મેં પૂછ્યું નહિ, તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી એ સ્ત્રીએ જઈને પોતાના પતિને આ વાત કરી, “દેવનો માંણસ માંરી પાસે આવ્યો હતો. એનો દેખાવ દેવના દૂત જેવો ખૂબ જ તેજસ્વી દેખાતો હતો. તે કયાંથી આવ્યો તે મેં એને પૂછયું નહોતું, તેમ તેણે મને પોતાનું નામ પણ કહ્યું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 13:6
29 Iomraidhean Croise  

અને તેણે આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, ત્રણ પુરુષ તેની પાસે ઊભા હતા. અને તેઓને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડયો, ને પ્રણામ કરીને


અને યાકૂબે તેને પૂછતા કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” અને તે પુરુષે તેને આશીર્વાદ આપ્યો.


તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હે ઈશ્વરભક્ત, તમારે મારી વિરુદ્ધ શું છે? શું તમે મારા અપરાધનું સ્મરણ કરાવવા, તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યા છો?”


તે સ્ત્રીએ એલિયાને કહ્યું, “હવે હું જાણું છું કે તમે ઈશ્વરભક્ત છો, ને તમારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે.”


તેણે કહ્યું, ”આ સમયે વખત આવ્યે તું છોકરાને આલિંગન કરશે.” એ સ્ત્રીએ કહ્યું, “ના, હે મારા મુરબ્બી ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”


અને સ્ત્રીએ પોતાના પતિને કહ્યું, “હવે મને લાગે છે કે આ જે હંમેશા આપણી પાસે થઈને જાય છે, તે એક પવિત્ર ઈશ્વરભક્ત છે.


અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જવાળામાં તેને દર્શન આપ્યું. અને તે જોતો હતો, તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, [તેમ છતાં] ઝાડવું ભસ્મ થતું નહોતું.


વળી તેણે કહ્યું, “હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું” અને મૂસાએ પોતાનું મુખ સંતાડયું; કેમ કે ઈશ્વરની તરફ જોતાં તે બીધો.


તેણે મને કહ્યું, “હે દાનિયેલ, અતિ પ્રિય માણસ, જે વાતો હું તને કહું છું તે સમજ, ને ટટાર ઊભો રહે; કેમ કે મને હમણાં તારી પાસે જ મોકલવામાં આવ્યો છે.” જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો.


મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ [ઊભો હતો] , તેની કમર ઉફાઝના ચોખ્ખા સોના [ના કમરબંધ] થી બાંધેલી હતી.


તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં તે નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હું બીને ઊંધો પડ્યો; પણ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું સમજ; કેમ કે આ સંદર્શન અંતકાળ વિષેનું છે.”


દૂતે તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરની આગળ ઊભો રહેનાર ગાબ્રીએલ હું છું. અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા માટે મને મોકલવામાં આવ્યો છે.


તે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્‍ત્ર ઊજળાં [તથા] ચળકતાં થયાં.


જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા, અને તેઓને તેનું મોં ઈશ્વરદૂતોના મોં જેવું દેખાયું.


અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયલી લોકોને જે આશીર્વાદ આપ્યો તે આ છે.


પણ, હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા. અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.


અને યહૂદાપુત્રો યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યા; અને કનિઝી યફૂન્‍નેના દીકરા કાલેબે તેને કહ્યું, “કાદેશ-બાર્નેઆમાં યહોવાએ ઈશ્વરભક્ત મૂસાને તારા વિષે ને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


આથી તે સ્‍ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાન પતિને ખબર આપતાં તેને કહ્યું, “જો, જે માણસ તે દિવસે મારી પાસે આવ્યો હતો, તેણે [પાછું] મને દર્શન દીધું છે.”


પછી માનોઆએ પોતાની પત્નીને કહ્યું, “આપણે ઈશ્વરને જોયા છે તેથી આપણે નિશ્વય મરી જઈશું.”


યહોવાના દૂતે તે સ્‍ત્રીને દર્શન આપીને કહ્યું, “હવે જો, તું નિ:સંતાન છે તને સંતાન થતાં નથી; પણ હવે તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે.


પણ તેણે મને કહ્યું, ‘જો તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે. હવે તું દ્રાક્ષાશ્રવ કે દારૂ પીશ નહિ, ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહિ; કેમ કે તે છોકરો ગર્ભાધાનથી મરણ પર્યંત ઈશ્વરને માટે નાઝારી થશે.’”


ત્યારે માનોઆએ યહોવાને વિનંતી કરતાં કહ્યું, “હે પ્રભુ, કૃપા કરીને ઈશ્વરના જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે આવવા દેજો કે, જે છોકરો જનમશે તેના વિષે અમારે શું કરવું તે તે અમને શીખવે.”


ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે ઓફ્રામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘુઉં ઝૂડતો હતો.


ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “યહોવા એમ કહે છે કે, જ્યારે તારા પિતૃનું કુળ મિસરમાં ફારુનના કુળની [ગુલામીમાં] હતું, ત્યારે મેં તેઓને દર્શન આપ્યું હતું કે નહિ?


તેણે તેને કહ્યું, “હવે જોને, આ નગરમાં ઈશ્વરનો એક ભક્ત રહે છે. તે પ્રતિષ્ઠિત માણસ છે. તે જે કહે છે તે સર્વ નિશ્ચે ખરું પડે છે; તો આપણે ત્યાં જઈએ. કદાચ આપણે ક્યે માર્ગે જવું તે આપણને કહી શકશે.”


Lean sinn:

Sanasan


Sanasan