Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 13:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 કેમ કે અગ્નિની જવાળા વેદી પરથીઇ આકાશમાં ચઢી, ત્યારે એમ બન્યું કે યહોવાનો દૂત વેદીની જવાળમાં થઈ ઉપર ચઢી ગયો. અને માનોઆ તથા તેની પત્ની જોઈ રહ્યાં; અને તેઓ ભૂમિ પર ઊંધા પડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20-21 અગ્નિની જવાળાઓ વેદીમાંથી ઊંચે જતી હતી ત્યારે માનોઆહ અને તેની પત્નીએ પ્રભુના દૂતને અગ્નિની જવાળામાં થઈને આકાશમાં ચડી જતાં જોયો. માનોઆહને ત્યારે ખબર પડી કે એ તો પ્રભુનો દૂત છે. અને તેણે તથા તેની પત્નીએ ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યાં. તેમણે ફરીથી એ દૂતને જોયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચઢી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચઢી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યાં અને તેઓ ભૂમિ પર નમી પડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યજ્ઞનો ભડકો આકાશ તરફ ઊંચે ચડ્યો ત્યારે એ જવાળાઓમાં દેવનો દેવદૂત માંનોઆહ અને તેની પત્નીના દેખતાં એ જવાળાઓમાં આકાશમાં ઊચે ગયો. આ જોયા પછી બંને જણાએ તેઓના મુખ નીચે જમીન તરફ રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 13:20
14 Iomraidhean Croise  

અને ઇબ્રામ ઊંઘો પડયો; અને ઈશ્વરે તેની સાથે બોલતા કહ્યું,


તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા, એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા [દેખાયા]. ને એ બધાએ તે બેને જુદા પાડી દીધા. અને એલિયા વંટોળીયામાં થઈને આકાશમાં ચઢી ગયો.


દાઉદે ઊંચી નજર કરી તો પૃથ્વી પર તથા આકાશની વચમાં યહોવાના દૂતને ઊભેલો જોયો, ને યરુશાલેમ ઉપર તેના લંબાવેલા હાથમાં ખુલ્લી તરવાર હતી. ત્યારે દાઉદે તથા વડીલોએ ટાટ પહેરીને જમીન પર લાંબા થઈને તેને દંડવત કર્યા.


દાઉદ તેની પાસે આવતો હતો તે તેની નજરે પડ્યો, ત્યારે તેણે ખળીમાંથી બહાર આવીને દાઉદને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.


ત્યાં દાઉદે યહોવાને માટે વેદી બાંધી, ને દહનીયાર્પણો તથા શાત્યર્પણો ચઢાવ્યાં, ને યહોવાને વિનંતી કરી. યહોવાએ દહનીયાર્પણની વેદી ઉપર આકાશમાંથી અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો.


ઈશ્વર [વિજયના] પોકારસહિત, યહોવા રણશિંગડાના અવાજસહિત, ચઢી ગયા છે.


તેઓનાં માથા પરના ઘૂમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા હતી, અને તે રાજ્યાસનની પ્રતિમા પર મનુષ્યના જેવા દેખાવનો એક [પુરુષ] હતો.


અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના દેખાવ જેવો હતો.


તોપણ તેના શબ્દોનો અવાજ મેં સાંભળ્યો! અને જ્યારે મેં તેના શબ્દોનો સાંભળ્યો, ત્યારે મારું મુખ ભૂમિ તરફ રાખીને, હું ઊંધો ને ઊંધો ભરનિદ્રામાં પડ્યો.


અને યહોવાની સંમુખથી અગ્નિ ઘસી આવ્યો, ને તેણે વેદી પરનું દહનીયાર્પણ તથા ચરબી ભસ્મ કર્યા. અને સર્વ લોકોએ તે જોઈને હર્ષપોકાર કર્યો, ને ઊંઘમાં પડ્યા.


અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા, ને બહુ જ બીધા.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


ગિદિયોને ઘરમાં જઈને એક હલવાન તથા એક એફાહ લોટની બેખમીર રોટલી તૈયાર કર્યાં. અને ટોપલીમાં માંસ લઈને, તથા એક પ્યાલામાં સેરવો લઈને, સીમમાં એલોન વૃક્ષની નીચે તેમની પાસે લાવીને તેણે તે અર્પણ કર્યું.


ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની છડી લંબાવીને તે માંસ તથા બેખમીર રોટલીને અડકાડી. અને ખડકમાંથી અગ્નિએ નીકળીને તે માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. અને યહોવાનો દૂત અંતર્ધાન થઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan