Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 12:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ‘ના;’ ત્યારે તેઓ તેને કહેતા, ‘શિબ્બોલેથ બોલ.’ અને તે સિબ્‍બોલેથ’ બોલતો, કેમ કે તેનો ખરો ઉચ્ચાર તે કરી શક્તો નહિ. ત્યારે તેઓ તેને પકડીને યર્દનના આરા આગળ મારી નાખતા. તે વખતે એફ્રાઈમીઓના બેંતાળીસ હજાર માણસ પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તો તેઓ તેને કહેતા, ‘શિબ્બોલેથ’ બોલ, પણ તે ‘સિબ્બોલેથ’ કહેતો. કારણ, તે તેનો સાચો ઉચ્ચાર કરી શક્તો નહિ. પછી તેઓ તેને પકડીને ત્યાં યર્દનના ઘાટ પર જ મારી નાખતા. એ સમયે બેંતાળીસ હજાર એફ્રાઈમીઓ માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તો તેઓ તેને એવું કહેત કે, “શિબ્બોલેથ’ બોલ.” અને જો તે “શિબ્બોલેથ,” બોલે તો તે ઓળખાઈ જાય કેમ કે તે આ શબ્દોનો યોગ્ય ઉચ્ચાર કરી શકતો ન હતો. તેથી ગિલ્યાદીઓ તેને પકડી અને તેને યર્દનનાં કિનારે મારી નાખત. તે સમયે બેતાળીસ હજાર એફ્રાઇમીઓને મારી નાખવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓ કહેતા, “કે બોલ, ‘શિબ્બોલેથ’” પણ તે “સિબ્બોલેથ” બોલતો, કારણ તે એનો ચોખ્ખો ઉચ્ચાર કરી શકતો નહિ, એટલે તેઓ તેને પકડીને યર્દનના ઘાટ ઉપર માંરી નાખતા, તે યુદ્ધમાં 42,000 એફ્રાઈમીઓ માંર્યા ગયા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 12:6
12 Iomraidhean Croise  

પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ; અને કબર મારા પર તેનું મોં બંધ ન કરો.


હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે, જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી; હું ઊંડા પાણીંમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.


કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.


દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને [જીતવા કરતાં મુશ્કેલ છે] ; [એવા] કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.


જ્ઞાની માણસના મુખના શબ્દો માયાળુ છે; પણ મૂર્ખના હોઠો તેને પોતાને જ ગળી જશે.


વળી તે દિવસે યહોવા [ફ્રાત] નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી [અનાજને] ઝૂડશે, ને, હે ઇઝરાયલીઓ તમને એકેએકને એકત્ર કરવામાં આવશે.


ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું, “પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે, તે તૂટી પડે છે; અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે, તે ટકી નહિ રહેશે.


અને થોડી વાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું, “ખરેખર તું પણ તેઓમાંનો છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાઈ આવે છે.”


પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડી વાર પછી પાસે ઊભા રહેનારાઓએ પિતરને ફરી કહ્યું, “ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.”


પણ જો તમે એકબીજાને કરડો તથા ફાડી ખાઓ, તો સાવધ રહો, રખેને કદાચ તમે એકબીજાથી નાશ પામો.


અને ગિલ્યાદીઓએ એફ્રાઈમીઓની સામે યર્દનના આરા રોક્યા. અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમી કહેતો, ‘મને ઊતરી જવા દે, ’ ત્યારે ગિલ્યાદના માણસો તેને પૂછતાં, ‘શું તું એફ્રાઈમી છે?’ અને જો તે કહેતો,


યિફતઅએ છ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી ગિલ્યાદી યિફતા મરણ પામ્યો, ને ગિલ્યાદના [એક] નગરમાં તેને દાટવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan