Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 1:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે યહોશુઆના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલી લોકોએ યહોવાને પૂછ્યું, “કનાનીઓની સામે લડવાને અમારી તરફથી તેઓ પર પહેલો કોણ ચઢાઈ કરે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હવે યહોશુઆના મરણ પછી ઇઝરાયલી લોકોએ પ્રભુને પૂછયું, “અમારામાંથી કયું કુળ જઈને કનાનીઓ પર પ્રથમ હુમલો કરે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે યહોશુઆના મરણ પછી, ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પૂછ્યું, “કનાનીઓની સામે લડવાને અમારી તરફથી કોણે આગેવાની કરવી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોશુઆના અવસાન પછી ઈસ્રાએલીઓ યહોવા પાસે તેની ઇચ્છાજાણવા ગયા, તેઓએ યહોવાને પૂછયું, “અમાંરામાંથી કયું કુળસમૂહ કનાનીઓ ઉપર પ્રથમ યુદ્ધ કરે?”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 1:1
17 Iomraidhean Croise  

યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાની શી ઇચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ.”


અને મૂસાએ તેના સસરાને કહ્યું, “લોકો ઈશ્વરની સલાહ લેવાને મારી પાસે આવે છે.


અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્‍મીમ નાંખ; અને હારુન યહોવાની હજૂરમાં જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. અને હારુન યહોવાની આગળ ઇઝરાયલી લોકોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે.


અને એલાઝાર યાજકની પાસે તે ઊભો રહે; અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમક્ષ તેને માટે ખબર પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા તેની સાથે ઇઝરાયલની સર્વ પ્રજા, બહાર જાય, ને તેના કહેવાથી તેઓ અંદર આવે.”


તેમ જ મનાશ્શાએ બેથ-શેઆનના તથા તેના કસવાનો [ના રહેવાસીઓ] ને, તાનાખના તથા તેના કસબાઓ [ના રહેવાસીઓ] ને, દોરના તથા તેના કસબાઓના રહેવાસીઓને, યિબ્લામના તથા તેના કસબાઓના રહેવાસીઓને, ને મગિદ્દોના તથા તેના કસબાઓના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓએ તે દેશમાં રહેવા ઇચ્છયું.


માટે, યહોશુઆએ મરતી વેળાએ જે દેશજાતિઓને રહેવા દીધી હતી, તેઓમાંની કોઈને હું પણ હવે પછી તેઓની આગળથી હાંકી કાઢીશ નહિ,


અને નૂનનો દીકરો યહોશુઆ, યહોવાનો સેવક, એક સો દશ વર્ષનો થઈને મરી ગયો.


અને ગાશ પર્વતની ઉત્તર બાજુએ, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં તેના વતનની સરહદની અંદર, એટલે તિમ્નાથ હેરેસમાં, તેઓએ તેને એટલે તિમ્નાથ સેરામાં, તેઓએ તેને દાટ્યો.


ઇઝરાયલપુત્રો ઊઠીને બેથેલ ગયા, ને ઈશ્વરની સલાહ પૂછી; અને તેઓએ કહ્યું, “બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા પહેલો [જાય].”


(અને ઇઝરાયલી લોકો યહોવાની હજૂરમાં જઈને સાંજ સુધી રડ્યા. તેઓએ યહોવાની સલાહ પૂછી, “શું હું મારાભાઈ બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા ફરીથી જાઉં?” અને યહોવાએ કહ્યું, “તેની સામે ચઢાઈ કર.”)


પછી ઇઝરાયલી લોકોએ યહોવાની સલાહ પૂછી, (કેમ તે વખતે ઈશ્વરનો કરારકોશ ત્યાં હતો,


અને હારુનના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે વખતે તેની સમક્ષ ઊભો રહેતો હતો, ) અને કહ્યું, “શું હું હજીએ ફરીથી મારા ભાઈ બિન્યામીનપુત્રો સાથે યુદ્ધ કરવા જાઉં, કે હું બંધ રાખું?” યહોવાએ કહ્યું, “જા, કેમ કે કાલે હું તેને તારા હાથમાં સોંપી દઈશ.”


માટે તેઓએ યહોવાને વળી પૂછ્યું કે, તે માણસ હજી અહીં આવ્યો કે નહિ? ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો, “જુઓ, તે સામાનમાં સંતાયેલો છે.”


Lean sinn:

Sanasan


Sanasan