Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજશોખ પર ખરચી નાખવાના ખોટા ઇરાદાથી માગો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તમે ઈશ્વર પાસે માગો છો પણ મળતું નથી; કારણ, તમે તમારી ભૂંડી ઇચ્છાઓ સંતોષવાના ખોટા ઇરાદાથી માગો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમે માગો છો, તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજશોખ પર ખરચી નાખવાના ખરાબ ઇરાદાથી માગો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જ્યારે તમે માગો છો, છતાં તમને મળતું નથી કેમ કે તમારો ઇરાદો સાચો નથી. તમે જે માગો છો તો મોજ શોખ માટે માગો છો તેથી તે તમને મળતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 4:3
25 Iomraidhean Croise  

અને ઈશ્વરે તેને કહ્યું, “તેં એવું વરદાન માગ્યું છે, ને પોતાને માટે દીર્ધાયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે દ્રવ્ય માગ્યું નથી, તેમ તારા શત્રુઓના જીવ માગ્યા નથી. પણ ન્યાય કરવા માટે પોતાને માટે બુદ્ધિ માગી છે;


ત્યાં તેઓ બૂમ પાડે છે, પણ દુષ્ટ માણસના અહંકારને લીધે કોઈ તેમને ઉત્તર આપતું નથી.


તેઓએ બૂમ મારી, પણ બચાવનાર કોઈ નહોતો; હા, તેઓએ યહોવાને [વિનંતી કરી] , પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહિ.


તે વખતે તેઓ મને હાંક મારશે, પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તે પોતે પણ બૂમ પાડશે, પરંતુ તેનું સાંભળવામાં આવશે નહિ.


દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે; પણ તે બદઇરાદાથી [યજ્ઞ] કરે તો તે કેટલો બધો [કંટાળારૂપ] થાય!


તે માટે યહોવા કહે છે, “જુઓ, જેથી તેઓ બચી શકે નહિ એવી વિપત્તિ હું તેઓ પર લાવીશ. અને તેઓ મને હાંક મારશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ.


તે માટે તું આ લોકને માટે વિનંતી ન કર, ને તેમને માટે કાલાવાલા અથવા પ્રાર્થના ન કર; કેમ કે જ્યારે તેઓ પોતાની વિપત્તિને લીધે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહિ.


જ્યારે તેઓ ઉપવાસ કરશે, ત્યારે તેઓની વિનંતી હું સાંભળીશ નહિ. જ્યારે તેઓ દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવશે, ત્યારે તેઓનો અંગીકાર હું કરીશ નહિ; પણ તરવારથી, દુકાળથી તથા મરકીથી હું તેઓનો નાશ કરીશ.”


એ વખતે તેઓ યહોવાની સમક્ષ પોકાર કરશે, પણ તે તેઓને ઉત્તર આપશે નહિ. હા, તેઓએ દુષ્કર્મો કર્યાં છે તેને લીધે તે વખતે તે તેમનાથી વિમુખ થશે.


અને જે પ્રમાણે તેમણે પોકાર્યું, ત્યારે તેઓએ સાંભળ્યું નહિ; તે પ્રમાણે તેઓ પોકારશે, ત્યારે હું પણ સાંભળીશ નહિ, એવું સૈન્યોના [ઇશ્વર] યહોવાએ કહ્યું.


પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે જે માગો છો તે તમે સમજતાં નથી! જે પ્યાલું હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓ તેમને કહે છે, “અમે પી શકીએ છીએ.”


પણ ઈસુએ તેઓને કહ્યું, “તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છે?”


કેમ કે જે કોઈ માગે છે તે પામે છે; જે શોધે છે તેને જડે છે; અને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.


થોડા દિવસ પછી નાનો દીકરો બધું એકઠું કરીને દૂર દેશમાં ગયો. અને ત્યાં મોજમઝામાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી.


પણ આ તમારો દીકરો વેશ્યાઓની સાથે તમારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તમે તેને માટે પાળેલા વાછરડાને કપાવ્યો છે!’


તમારામાં લડાઈ તથા ઝઘડા કયાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહિ?


અને જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમની પાસેથી આપણને મળે છે, કેમ કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, અને તેમની નજરમાં જે પસંદ પડે છે તે કરીએ છીએ.


તેમના વિષે આપણને જે હિંમત છે તે એ કે જો આપણે તેમની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.


Lean sinn:

Sanasan


Sanasan