Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 4:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પ્રભુની આગળ તમે દીન થાઓ, એટલે તે તમને ઉચ્ચપદે મૂકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુની આગળ પોતાને નમ્ર કરો અને તે તમને ઉચ્ચસ્થાને મૂકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પ્રભુ આગળ દીન બનો, અને તે તમને મહાન બનાવશે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 4:10
19 Iomraidhean Croise  

ત્યારે જો મરા લોક, જેઓ મારા નામથી ઓળખાય છે, તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે; તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ, ને તેઓના દેશને સાજો કરીશ.


જ્યારે તેઓ [તને] પાડી નાખે, ત્યારે તું કહેશે કે ઉઠાડવામાં આવશે; અને નમ્ર માણસને તે બચાવશે.


એમ તે નીચને ઉચ્ચ બનાવે છે, અને શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે.


તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે;


યહોવા નમ્ર [જનો] ને સંભાળે છે; દુષ્ટોને તે જમીનદોસ્ત કરી નાંખે છે.


હવે મારી આસપાસના‍ શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે. અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અપર્ણ ચઢાવીશ; હું ગાઈશ, હા, હું યહોવાનાં સ્તોત્ર ગાઈશ.


તમારા લોકને તારો, અને તમારા વારસાને આશીર્વાદ આપો; વળી તેઓનું પાલનપોષણ કરો, અને સદા તેઓને ઊંચકી રાખો.


હે યહોવા, હું તમને મોટા માનીશ; કેમ કે તમે મારો અભ્યુદય કર્યો છે, અને મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.


અને મૂસા તથા હારુને ફારુનની હજૂરમાં જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, કયાં સુધી તમે મારી આગળ નમી જવાનો ઇનકાર કરશો? મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દો.


માણસનું અભિમાન તેને નીચો પાડી નાખશે; પણ નમ્ર મનવાળો માન પામશે.


પ્રભુ યહોવા કહે છે કે, પાઘડી કાઢી નાખ ને મુગટ ઉતાર, આ [સ્થિતિ] એવી ને એવી રહેવાની નથી. અધમને ઊંચ સ્થિતિએ ચઢાવ, ને ઊંચને અધમ સ્થિતિમાં લાવ.


અને જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.


તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને તેમણે દીન જનોને ઊંચા કર્યા છે.


કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”


હું તમને કહું છું કે, પેલા કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”


એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે.


યહોવા દરિદ્રી કરે છે, ને દ્રવ્યવાન પણ કરે છે: તે પાડે છે, ને તે જ ઉઠાડે છે.


તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે; કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan