યાકૂબનો પત્ર 3:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે, અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેમ જીભ પણ અગ્નિ જેવી છે. એ તો જૂઠની દુનિયા છે. અન્ય અવયવો સાથે તેને પણ આપણા શરીરમાં સ્થાન છે. આપણા સમગ્ર વ્યક્તિત્વની મારફતે તે ભૂંડાઈ ફેલાવે છે. તેની મારફતે આવતા નર્કાગ્નિથી આપણા સમગ્ર અસ્તિત્વને તે સળગાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 જીભ એક અજ્ઞિની જવાળા જેવી છે. તે આપણા શરીરના અવયવોમાં દુષ્ટતાના જગત જેવી છે. અને આપણા અસ્તિત્વને અસર કરે છે તથા આપણા આખા શરીરને પ્રદુષિત કરે છે, તે નરકમાંથી અજ્ઞિ પ્રાપ્ત કરીને આગની શરુંઆત કરે છે, જે આપણા સમગ્ર જીવનચક્રને અસર કરે છે. Faic an caibideil |