Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી મોટી બડાશ મારે છે. જુઓ, કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં દવ લગાડે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 જીભ વિષે પણ એમ જ છે. ઘણી નાની હોવા છતાં તે મહાન બાબતો વિષે બડાઈ મારે છે. જરા વિચાર કરો કે અગ્નિનો બહુ નાનો તણખો મોટા જંગલને સળગાવી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેમ જીભ પણ એક નાનું અંગ છે છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે. અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 3:5
25 Iomraidhean Croise  

તેઓ ઈશ્વરને કહેતા હતા, ‘અમારાથી દૂર થા.’ અને કે, ‘સર્વશક્તિમાન અમને શું કરી શકે?’


કેમ કે દુષ્ટ પોતાના અંત:કરણની ઇચ્છા [ની તૃપ્તિ થતાં] અભિમાન કરે છે, અને લોભી તો યહોવાને માનતો નથી, હા, તેમની નિંદા કરે છે.


તેઓએ પોતાના હ્રદયને સખત કર્યું છે; તેઓ પોતાને મુખે ગર્વથી બોલે છે.


મેં કહ્યું, “હું મારા માર્ગોને સંભાળીશ કે, હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ.”


શત્રુએ કહ્યું, ‘હું પીછો પકડીશ, હું પકડી પાડીશ, હું લૂંટ વહેચીશ; મારી તૃષા હું તેઓ પર તૃપ્ત કરીશ; હું મારી તરવાર તાણીશ, મારો હાથ તેમનો નાશ કરશે.’


ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”


વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.


જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે; પણ મૂર્ખો પોતાને મુખે મૂર્ખાઈને વહેતી મૂકે છે.


મરણ તથા જીવન જીભની સત્તામાં છે; અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે.


બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે; અને કાન ભંભેરનાર ન હોય ત્યાં કજિયા સમી જાય છે.


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


“હે મનુષ્યપુત્ર, તૂરના હાકેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તારું મન ઉન્મત્ત થયું છે, ને તેં કહ્યું છે, ‘હું ઈશ્વર છું, હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસનમાં બેઠેલો છું.’ જો કે તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે, ને ઈશ્વર નહિ.સ


અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે મિસરના રાજા ફારુન, પોતાની નદીઓમાં પડી રહેનાર, ‘આ નદી મારી પોતાની છે, ને મેં તેને મારે પોતાને માટે બનાવી છે.’ એવું કહેનાર મહાન અજગર, જો, હું તારી વિરુદ્ધ છું.


તો હવે તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક; પણ જો તમે પૂજા કરશો નહિ તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે; અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે?”


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


જુઓ, વહાણો પણ કેટલાં બધાં મોટાં છે, તેઓ જોરદાર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ફેરવવામાં આવે છે.


કેમ કે તેઓ ભ્રમણામાં પડયાં છે તેઓમાંથી જેઓ મુક્ત થવાની તૈયારીમાં છે તેઓને તેઓ ખાલી બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.


તેઓ કચકચ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા છે (તેઓ મોઢે ગર્વિષ્ઠ [વચનો] બોલે છે). તેઓ પોતાના સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.


Lean sinn:

Sanasan


Sanasan