Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો પત્ર 1:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 અનાથ અને વિધવાઓની તેમનાં દુ:ખોમાં કાળજી લો અને આ દુનિયાની અશુદ્ધતાથી પોતાની જાતને દૂર રાખો. ઈશ્વરપિતા આવા જ ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 દેવની દ્દષ્ટિમાં ધાર્મિક એ છે કે જે અનાથ અને વિધવાઓની તેમના દુ:ખના સમયે મુલાકાત લે છે તથા જગતની દુષ્ટતાથી દૂર રહી પોતાની જાતને નિષ્કલંક રાખી, દેવની ઈચ્છાને આધીન રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો પત્ર 1:27
36 Iomraidhean Croise  

સીધે માર્ગે જનારાઓને તથા યહોવાના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે.


યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે; પણ દુષ્ટોનો માર્ગ તે અવળો કરી નાખે છે.


અનાથોના પિતા, અને વિધવાઓના ન્યાયાધીશ, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.


તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.


અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરવામાં આવે; આ યુગમાં નહિ, ને આવનાર યુગમાં પણ નહિ.


મનમાં જેઓ‍ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે.


તેઓ બન્‍ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.


આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.


કેમ કે નિયમ [શાસ્‍ત્ર] સાંભળનારા ઈશ્વરની નજરમાં ન્યાયી નથી, પણ નિયમ [શાસ્‍ત્ર] પાળનારા ન્યાયી ઠરશે.


તેમણે આપણાં પાપને માટે પોતાનું સ્વાપર્ણ કર્યું એ માટે કે આપણા ઈશ્વર તથા પિતાની ઇચ્છા પ્રમાણે, તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે.


તો નિયમથી ઈશ્વરની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે. કેમકે, “ન્યાયી વિશ્વાસથી જીવશે.”


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્‍નત ઉપયોગી નથી, અને બેસુન્‍નત પણ નથી. પણ જે વિશ્વાસ પ્રેમદ્વારા કાર્યકર્તા છે તે જ ઉપયોગી છે.


પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ; તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું.


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો [મળ્યો] નથી તે, તથા પરદેશી, તથા અનાથ, તથા વિધવા આવે, ને ખાઈને તૃપ્ત થાય, એ માટે કે જે કામ તું કરે છે તે સર્વમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપે.


એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હ્રદયથી તથા સારા અંત:કરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી પ્રેમ રાખવો એ છે.


પણ જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતાં તથા પોતાનાં માતપિતાના આભારનો બદલો વાળતાં શીખે; કેમ કે એ ઈશ્વરને પ્રિય છે.


તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે, અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું.


પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.


એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને એનાથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્‍ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ.


ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.


તેનાથી તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યાં છે. જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.


કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ, જગતની મલિનતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં બૂરી છે.


એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.


આપણે જાણીએ છીએ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી. પણ ઈશ્વરથી જે જન્મ્યો છે તે તેને સંભાળે છે, અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan