Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 9:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એફ્રાઈમ તથા સમરૂનના સર્વ રહેવાસીઓ કે, જેઓ ગર્વથી તથા માનની બડાઈ મારીને કહે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એફ્રાઈમના તેમ જ સમરૂનના સર્વ રહેવાસીઓને એની ખબર પડશે. એ લોકો તો પોતાના અભિમાન અને તુમાખીમાં કહે છે કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એફ્રાઇમ અને સમરુનના સર્વ રહેવાસીઓ કે જેઓ ગર્વ અને બડાઈ મારીને કહે છે, તે સર્વ લોકો જાણશે કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ઇસ્રાએલના પાટનગર સમરૂનના સૌ વતનીઓને એની જાણ થશે. એ લોકો તો પોતાના અભિમાન અને તુમાખીમાં કહે છે કે,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 9:9
23 Iomraidhean Croise  

મિખાયાએ કહ્યું, “જો, જે દિવસે તું સંતાવા માટે અંદરની ઓરડીમાં ભરાઈ જશે, તે દિવસે તે તું જોશે.”


અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


અફસોસ છે એફ્રાઈમના છાકટાઓના ગર્વિષ્ઠ મુગટને, તથા દ્રાક્ષારસથી પાડી નાખવામાં આવેલાની રસાળ ખીણના મથાળા પરના તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલને [અફસોસ] !


એફ્રાઈમના છાકટાઓનો ગર્વિષ્ઠ મુગટ પગ નીચે કચરાશે;


હે હ્રદયના હઠીલા, તથા ન્યાયથી વેગળા [રહેનાર] , તમે સાંભળો,


મેં જાણ્યું કે તું જિદ્દી છે, અને તારા ડોકાના સ્નાયુઓ લોખંડ જેવા છે, ને તારું કપાળ પિત્તળ જેવું છે;


દાઉદના વંશના રાજકર્તાને ખબર મળી કે, અરામ એફ્રાઈમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન તથા તેના લોકોનાં મન જેમ વનનાં ઝાડ પવનથી કંપે છે તેમ ગભરાયાં.


પ્રભુએ યાકૂબમાં સંદેશો મોકલ્યો છે, ને ઇઝરાયલને તે પહોંચ્યો છે.


આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો.


એવી રીતે હું મિસરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


પણ જ્યારે એ થશે, (જો, એ તો થશે જ, ) ત્યારે તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે.”


રાજા શોક કરશે, ને સરદાર પાયમાલીથી ઘેરાઈ જશે, ને દેશના લોકોના હાથ કંપશે. તેઓના આચરણ પ્રમાણે હું તેઓને શિક્ષા કરીશ, ને તેઓના ગુણદોષ પ્રમાણે હું તેઓનો ન્યાય કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


મારી આંખ દરગુજર કરશે નહિ, ને હું દયા રાખીશ નહિ; હું તારા આચરણનો બદલો લઈશ, ને તારાં ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા ખરેખર શિક્ષા કરનારો છું.


કેમ કે ઇઝરાયલ લોકો પોતાના ઉત્પન્નકર્તાને ભૂલી ગયા છે, ને તેઓએ મહેલો બાંધ્યા છે; યહૂદિયાએ કોટબંધ નગરો વધાર્યાં છે; પણ હું તેનાં નગરો પર અગ્નિ મોકલીશ, ને તે તેઓના કિલ્લા ભસ્મ કરશે.


અદોમ કહે છે, “જો કે અમને કચડી નાખવામાં આવ્યા છે, તો પણ અમે પાછા આવીને [અમારાં] ઉજ્જડ થઈ ગયેલાં સ્થાનો ફરીથી બાંધીશું.” તોપણ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેઓ બાંધશે, પણ હું પાડી નાખીશ; ‘દુષ્ટતાની હદ, ’ તથા ‘જેમના પર યહોવાનો રોષ સદા રહે છે તેવા લોકો, ’ એવાં નામ તેમને આપવામાં આવશે.


યહોવા કહે છે, “તમે મારી વિરુદ્ધ કઠણ શબ્દો બોલતા આવ્યા છો. તેમ છતાં તમે પૂછો છો, ‘શી બાબતમાં અમે તમારી વિરુદ્ધ બોલ્યા છીએ?’


કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.


એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan