Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 9:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેના ભારની ઝૂંસરીને, તેની ખાંધ પરની કાઠીને ને તેના પર જુલમ કરનારની પરોણીને તેં ભાંગી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 કારણ કે ભૂતકાળમાં તમે જેમ મિદ્યાનની સેનાને હાર આપી હતી. તેમ એ લોકોને ભારરૂપ ઝૂંસરી તેમના ખભા પર પડતી લાકડી, તેમને હાંકનારનો પરોણો તમે ભાંગી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 9:4
24 Iomraidhean Croise  

અને તું તારી તરવારથી જીવશે, ને તું તારા ભાઈની સેવા કરશે; પણ એમ થશે કે, જ્યારે તું છૂટી જશે, ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂસંરી કાઢી નાખશે.”


કેમ કે દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ; રખેને ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.


મેં તેના ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ ટોપલાથી છૂટા થયા.


તે માટે સૈન્યોના પ્રભુ યહોવા તેના બળવાનોમાં નિર્બળતા લાવશે; અને તેના વૈભવમાં અગ્નિની જવાળા જેવી જ્વાળા પ્રગટાવશે.


“અરે આશૂર, તે મારા રોષનો દંડ છે, ને તેમના હાથમાંનો સોટો તે મારો કોપ છે!


એટલે મારા દેશમાં હું આશૂરના કકડેકકડા કરીશ, અને મારા પર્વતો પર હું તેને ખૂંદી નાખીશ; તે વખતે એની ઝૂંસરી તેઓ પરથી નીકળી જશે, ને એનો ભાર તેઓની ખાંધ પરથી ઉતારવામાં આવશે.


મોઆબના કાઢી મૂકેલાઓ તારી પાસે રહે; તું તેઓને માઠે વિનાશ કરનારાના મુખથી સંતાવાની જગા થા. કેમ કે જુલમ કરનારનો અંત આવ્યો છે, લૂંટ બંધ થઈ છે, પાયમાલી કરનારા દેશમાંથી નષ્ટ થયા છે.


હું પોતાના લોકો ઉપર કોપાયમાન થયો, મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો ને તેમને તારા હાથમાં સોંપ્યા; તેં તેમના પર દયા રાખી નહિ; તેં ઘરડા ઉપર તારી ઝૂંસરી અતિ ભારે કરી.


હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે નવા દ્રાક્ષારસથી [મસ્ત થાય] તેમ પોતાના લોહીથી તેઓ મસ્ત થશે! ત્યારે સર્વ માણસો જાણશે કે, હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.”


પણ તારા કર્તા, આકાશોને પ્રસારનાર, તથા પૃથ્વીનો પાયો નાખનાર યહોવાને તું વીસરી ગયો છે; જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ સતત તેના ક્રોધને લીધે બીએ છે? વળી જુલમીનો ક્રોધ ક્યાં છે?


હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠીને બેઠી થા; હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરનાં બંધન છોડી નાખ.


તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ; ત્રાસથી દૂર રહે, તને કંઈ ભય લાગશે નહિ; ધાકથી દૂર રહે, તે તારી પાસે આવશે નહિ.


સૈનિકોના ધબકારા કરતા જોડા, ને રક્તમાં બોળેલાં વસ્ત્ર, તે સર્વ બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તે દિવસે હું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ભાંગી નાખીશ, ને તારાં બંધનો તોડી નાખીશ. પરદેશીઓ ફરી તેની પાસે સેવા કરાવશે નહિ.


તેની આસપાસના લોકો, ને તેનું નામ જાણનારા તમે સર્વ તેને માટે વિલાપ કરો; અને કહો, ‘શક્તિનો દંડ, ને સૌંદર્યની છડી કેવી ભાંગી ગઈ છે!’


હું યહોવા તમારો ઈશ્વર છું કે, જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, એ માટે કે તમે તેઓના ગુલામ ન થાઓ; અને મેં તમારી ઝૂંસરીનાં બંધન તોડીને તમને ટટાર ચાલતા કર્યા છે.


હવે હું તારા પરથી તેની ઝૂંસરી ભાંગી નાંખીશ, ને તારા બંધ તોડી નાખીશ.”


Lean sinn:

Sanasan


Sanasan