Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 9:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સૈન્યોના [ઈશ્વર] યહોવાના કોપથી દેશ બળી જાય છે, અને લોકો અગ્નિના બળતણ જેવા થાય છે; કોઈ માણસ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સૈન્યોના યહોવાહના રોષથી દેશ બળી જાય છે અને લોકો અગ્નિનાં બળતણ જેવા થાય છે. કોઈ માણસ પોતાના ભાઈને છોડતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 સમગ્ર ભૂમિ સૈન્યોના દેવ યહોવાના રોષથી સળગી ઊઠી છે. અને લોકો એ આગમાં ઇધણરૂપ બન્યા છે. કોઇ પોતાના સગા ભાઇને પણ છોડતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 9:19
32 Iomraidhean Croise  

વળી જે બળવાન છે તે શણના કચરા જેવો, ને તેનું કામ ચિણગારી જેવું થશે; તે બન્નેને સાથે બાળી નાખવામાં આવશે, ને તેને કોઈ હોલવનાર મળશે નહિ.


અધર્મી પ્રજાની સામે હું તેને મોકલીશ, ને મારા કોપને પાત્ર થએલા લોકોની વિરુદ્ધ તેને આજ્ઞા આપીશ કે, તે લૂંટ કરે, ને શિકાર પકડે, ને તેઓને ગલીઓના કાદવની જેમ ખૂંદી નાખે.


તે માટે હું આકાશોને હલાવીશ, ને પૃથ્વી ડગમગીને સ્થાનભ્રષ્ટ થશે, સૈન્યોના ઈશ્વર યહોવાના કોપથી ને તેમના બળતા રોષને દિવસે [એમ થશે].


ધનુષ્યો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે; અને ગર્ભસ્થાનના ફળ પર તેઓ દયા રાખશે નહિ. તેમની દષ્ટિમાં બાળકો કૃપાપાત્ર થશે નહિ.


જુઓ, યહોવાનો દિવસ આવે છે! તે દુ:ખદાયક, કોપ તથા ઉગ્ર ક્રોધ સહિત દેશને ઉજજડ કરવા ને તેમાંથી પાપીઓનો વિનાશ કરવા માટે આવે છે.


તેથી શાપને લીધે પૃથ્વી ક્ષીણ થઈ છે, ને તેના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ ગયા છે, અને ઘણાં થોડાં જ માણસ બાકી રહ્યાં છે.


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


લોકો એકબીજા પર, ને દરેક જન પોતાના પડોશી પર જુલમ ગુજારશે. છોકરો વડીલનો, ને નીચ માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.


સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે; અધર્મિઓને ધ્રૂજારી ચઢી છે. “આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?


જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે, અને યરુશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી શુદ્ધ કરી નાખશે [ત્યારે એમ થશે].


માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો; અને એમણે તેને ચોતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ.


તેથી જેમ અગ્નિની જીભ ખૂંપરાને ચાટી જાય છે, અને સૂકું ઘાસ ભડકામાં બેસી જાય છે; તેમ તેઓની જડ કોહી જશે, ને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાનું નિયમશાસ્ત્ર તજ્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું વચન તુચ્છકાર્યું છે.


ને દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે; અને જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ ત્યાં અંધકાર તથા વિપત્તિ દેખાશે, ને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.


જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે; પણ યહોવા તારા પર ઊગશે, ને તેમનો મહિમા તારા પર દેખાશે.


અને વળી પૃથ્વી પર નજર કરશે, તો જુઓ, વિપત્તિ તથા અંધકાર અને વેદનાની ગ્લાનિ દેખાશે; અને ઘોર અંધકારમાં તેઓને હાંકી કાઢવામાં આવશે.


અંધકાર થાય તથા તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય, અને તમે અજવાળાની રાહ જોતા હો, તેટલામાં તેને બદલે યહોવા મરણછાયા તથા ઘોર અંધકાર પેદા કરે, તે પહેલાં યહોવા તમારા ઈશ્વરને માન આપો.


અને દક્ષિણના વનને કહે કે, યહોવાનું વચન સાંભળ. પ્રભુ યહોવા કહે છે કે, જો હું તારામાં અગ્નિ સળગાવીશ, ને તે તારી અંદરના દરેક લીલા વૃક્ષને તથા દરેક સૂકા વૃક્ષને ભસ્મ કરશે. આગનો ભડકો હોલવાશે નહિ, ને તેથી દક્ષિણથી તે ઉત્તર સુધીમાંનાં સર્વ મુખો દાઝી જશે.


અને બાકીના બીજાઓને તેણે મારા સાંભળતાં કહ્યું, “તમે તેની પાછળ જઈને નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો. તમારી આંખ દરગુજર ન કરે, ને તમારે દયા પણ રાખવી નહિ;


અંધકાર તથા ગમગીનીનો દિવસ, વાદળ તથા ઘાડા અંધકારનો દિવસ, પર્વતો પર દેખાતા ઝળઝળા જેવો [દિવસ તે થશે]. આગળ કદી થઈ નથી, ને હવે પછી ઘણી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા [આવશે].


તેમની આગળ અગ્નિ ભસ્મ કરે છે; અને તેમની પાછળ ભડકા બળે છે. તેમની આગળ ભૂમિ એદન બાગ જેવી હોય છે, ને તેમની પાછળ તે ઉજ્જડ રણ જેવી થાય છે. હા, તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી.


જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દશ સ્‍ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોળીને તમને પાછી આપશે; અને તમે ખાશો પણ ધરાશો નહિ.


તમે જેઓ યહોવાનો દિવસ ઇચ્છો છો તે તમોને અફસોસ. શા માટે તમે યહોવાનો દિવસ ઇચ્છો છો? તે તો અંધકારરૂપ છે, પ્રકાશરૂપ નથી.


યાકૂબના વંશજો અગ્નિરૂપ, ને યૂસફના વંશજો ભડકારૂપ થશે, ને એસાવના વંશજો ખૂંપરારૂપ થશે, ને તેઓ આગ લગાડીને તેને ભસ્મ કરશે; અને એસાવના વંશજોમાંનું કોઈ [માણસ] જીવતું રહેશે નહિ.” કેમ કે યહોવા એ બોલ્યા છે.


ધાર્મિક માણસો પૃથ્વી પરથી નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ સર્વ રક્તપાત કરવાને ટાંપી રહે છે તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.


કેમ કે પુત્ર પિતાનું માન રાખતો નથી, પુત્રી પોતાની માની સામી, ને વહુ પોતાની સાસુની સામી થાય છે. માણસના શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.


યહોવા કહે છે, “હું હવે પછી દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ; પણ હું સર્વ મનુષ્યોને પોતપોતાના પડોશીના હાથમાં તથા પોતાના રાજાના હાથમાં સોંપીશ; અને તેઓ દેશનો નાશ કરશે, ને તેઓના હાથમાંથી હું તેમને છોડાવીશ નહિ.


ત્યારે મેં કહું, હું તમારું પાલન કરીશ નહિ:જે મરે, તે ભલે મરે; અને જે ખોવાઈ જતું હોય, તે ભલે ખોવાઈ જાય. અને જેઓ રહ્યાં હોય તેઓ એકબીજાનું માંસ ભલ ખાય.


કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.


છઠ્ઠા કલાકથી તે નવમા કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો.


પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ, અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.


કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડયા નહિ, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતાં સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan