યશાયા 9:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પરંતુ જે [ભૂમિ] પર સંકટ પડયું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 છતાં સંકટમાં સપડાયેલાઓ માટે અંધકાર કંઈ કાયમ રહેવાનો નથી. ભૂતકાળમાં ઝબુલૂન અને નાફતાલીના કુળપ્રદેશો નામોશીપાત્ર થયા હતા, પણ ભવિષ્યમાં ભૂમધ્ય સમુદ્રના કાંઠાપ્રદેશના ધોરીમાર્ગથી યર્દનના કિનારા સુધીનો સમગ્ર ગાલીલ પ્રદેશ, જ્યાં પરદેશીઓ વસે છે, તેની પ્રતિષ્ઠા વધશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યુ હતું, તેમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો, પણ છેવટે તે સમુદ્રના રસ્તે આવેલા, યર્દનને પેલે પાર, ગાલીલના દેશોને પ્રતિષ્ઠા અપાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 પરંતુ જે ભૂમિ પર સંકટ આવ્યું હતું, તે પ્રદેશમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો. પણ છેવટે તેણે યર્દન અને ગાલીલની નદીને પેલે પાર, સમુદ્રના રસ્તે આવેલા રાષ્ટ્રોને પ્રતિષ્ઠા અપાવી. Faic an caibideil |