Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 8:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “આ લોકોએ શિલોઆના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડયું છે, અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે કહ્યું, “આ લોકોએ શિલોઆના મંદમંદ વહેતા ઝરણાને ત્યજી દીધું છે, અને તેઓ રસીન અને રમાલ્યાના પુત્ર પેકાથી રાજી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “કારણ કે આ લોકોએ શિલોઆહના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડ્યું છે અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “કારણ કે યરૂશાલેમના લોકો મદદ માટે મારા પર આધાર રાખતા નથી જે શિલોઆહના સ્થિર પાણી જેમ છે. ઉલ્ટાનું, તેઓ રસીન અને રમાલ્યાના પુત્રથી ડરેલા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 8:6
19 Iomraidhean Croise  

થાંભલાની ટોચો પર મૂકવા તેણે પિત્તળના બે કળશ ઢાળ્યા. એક કળશની ઊંચાઈ પાંચ હાથ હતી, ને બીજા કળશની ઊંચાઈ પાંચ હાથની હતી.


કારંજાના દરવાજાની મરામત કોલહોઝેનો પુત્ર શાલ્લૂન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો; તેણે તે બાંધીને તેને ઢાંકી, અને તેના કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવનો કોટ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી [બાંધ્યો].


જેના વહેળા ઈશ્વરના નગરને, એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.


પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તરવારથી માર્યા જશો; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”


જુઓ, પ્રભુનો એક પરાક્રમી ને સમર્થ [વીર] છે; તે કરાની આંધી, નાશ કરનાર તોફાન, જબરાં ઊભરાતાં પાણીના પૂરની જેમ તેઓને જમીન પર જોરથી પછાડશે.


તે માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર એવું કહે છે, “તમે આ વાતને તુચ્છકારો છો, ને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો રાખો છો, ને તેઓ પર આધાર રાખો છો;


તેથી જેમ અગ્નિની જીભ ખૂંપરાને ચાટી જાય છે, અને સૂકું ઘાસ ભડકામાં બેસી જાય છે; તેમ તેઓની જડ કોહી જશે, ને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાનું નિયમશાસ્ત્ર તજ્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું વચન તુચ્છકાર્યું છે.


તું તેને કહે, સાવધ રહે, ને શાંત થા; બીતો નહિ, ને આ ધુમાતાં ખોયણાંના બે છેડાથી, એટલે રસીન તથા અરામના ને રમાલ્યાના દીકરાના ભારે રોષથી તારું મન ભયભીત ન થાય.


‘આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ, ને આપણે પોતાને માટે તેમાં ભંગાણ પાડીએ, ને ત્યાં ટાબએલના દીકરાને રાજા નીમીએ.’


વળી એફ્રાઈમનું શિર સમરુન છે, ને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસ રાખશો નહિ તો તમે સ્થિર થશો નહિ.”


વળી યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું,


લબાનોનનો બરફ ખેતરના ખડક પર પડતો બંધ થશે? અથવા વેગળેથી વહી આવતું ઠંડું પાણી ખૂટી જશે?


“કેમ કે મારા લોકોએ બે ભૂંડાં કામ કર્યાં છે; તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકાં કે જેમાં પાણી રહે નહિ, એવાં ભાંગેલા ટાંકાં તેઓએ પોતાના માટે ખોદ્યાં છે.


હવે મિસરને માર્ગે જઈને નીલનું પાણી પીવાનું તારે શું કામ છે? અને આશૂરને માર્ગે જઈને [ફ્રાત] નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?


અથવા શિલોઆહમાં જે અઢાર માણસ પર બુરજ પડ્યો, ને તેઓને મારી નાખ્યા, તેઓ યરુશાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા, એમ તમે ધારો છો શું?


અને તેને કહ્યું કે, તું જઈને શિલોઆહ [અર્થાત મોકલેલા] ના કુંડમાં ધો.” ત્યારે તે ગયો, અને ધોઈને દેખતો થઈને [ઘેર] આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan