Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 8:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જ્યારે તેઓ તમને કહે, ‘ભુવાઓ પાસે, ને ઝીણે અવાજે બડબડનાર ધંતરમંતર કરનારની પાસે જઈને ખબર કાઢો.’ [ત્યારે તારે કહેવું,] ‘લોકોએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓ તમને કહેશે, “ભૂવાઓ અને જાદુગરની પાસે જાઓ,” ધીમે અવાજે બડબડનાર જાદુગરની પાસે જઈને ખબર કાઢો. પણ શું તેઓએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? શું જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જ્યારે તેઓ તમને કહે કે, “ભૂવાઓ પાસે, ને ઝીણે સાદે બડબડનાર જંતરમંતર કરનારની પાસે જઇને ખબર કાઢો; ત્યારે મારે જવાબ આપવો કે, લોકોએ પોતાના દેવની પાસે જઇને ખબર કાઢવી નહિ? જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 8:19
28 Iomraidhean Croise  

અને તે હલકાં કણસલાં પેલાં સાત સારાં કણસલાંને ગળી ગયાં. અને મેં જાદુગરોને એ કહ્યું; પણ તેનો અર્થ મને કોઈ બતાવી શક્યો નહિ.”


પણ યહોવાના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશિયાઓને મળવા માટે જા, ને તેમને કહે કે, શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તમે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા જાઓ છો?


વળી તેણે પોતાના દીકરાને અગ્નિમાં હોમ્યો, તે શકુનમુહૂર્ત પૂછતો, જાદુ કરતો, ને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં સર્વ ભૂંડું કરીને તેમને રોષ ચઢાવ્યો.


વળી ભૂવાઓ, જાદુગરો, તરાફીમ, મૂર્તિઓ, ને જે બધી ધિક્કારપાત્ર વસ્તુઓ યહૂદિયા દેશમાં તથા યરુશાલેમમાં જોવામાં આવી. તેઓને યોશિયાએ દૂર કરી, જેથી યહોવાના મંદિરમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખાયેલાં નિયમશાસ્ત્રનાં વચનોને તે અમલમાં લાવે.


એમ શાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું, ને વળી યહોવાને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો.


વળી તેણે હિન્નોમપુત્રોની ખીણમાં પોતાનાં છોકરાંનું અગ્નિમાં બલિદાન આપ્યુ, શુકન જોવડાવ્યાં, જાદુમંત્રોનો ઉપયોગ કર્યો, ને ભૂવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની ર્દષ્ટિમાં ભુડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો.


પેઓરના બઆલ [ની પૂજા] માં તેઓ સામેલ થયા; અને મૂએલાંનાં‍ શ્રાદ્ધ ખાધાં.


મિસરની હિંમત તેમાંથી જતી રહેશે; અને તેની મસલત હું વ્યર્થ કરીશ; તેઓ મૂર્તિઓની પાસે, ઈલમીઓની પાસે, ભૂવાઓની પાસે તથા જાદુગરોની પાસે જઈને પ્રશ્ન પૂછશે.


મરેલા જીવશે નહિ; મૃત્યુ પામેલાઓ પાછા ઊઠશે નહિ; તે જ માટે તમે તેમનો ન્યાય કરીને તેમનો નાશ કર્યો છે, ને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.


તું નીચું પડીને ભૂમિમાંથી બોલશે, ને ધૂળમાંથી તારી વાત ધીમે અવાજે સંભળાવશે; અને તારો અવાજ ભૂમિમાંથી સાધેલા આત્માના અવાજ જેવો થશે, ને તારો બોલ ઝીણે સ્વરે ધૂળમાંથી આવશે.


તેઓ મને પૂછયા વિના ફરુનના બળથી બળવાન થવા માટે, તથા મિસરની છાયામાં શરણ મેળવવા માટે મિસરમાં ચાલ્યા જાય છે!


ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] તથા એનો બનાવનાર યહોવા કહે છે, “ભવિષ્યની બિનાઓ વિષે તમે મને પૂછશો? મારા પુત્રો સંબંધી તથા મારા હાથનાં કાર્યો સંબંધી મને આજ્ઞા કરશો?


જેની પાછળ તું નાનપણથી શ્રમ કરતી આવી છે, તે તારા ધંતરમંતર તથા તારાં પુષ્કળ જાદુ લઈને ઊભી રહેજે; તું કદાચિત લાભ પ્રાપ્ત કરી શકે, કદાચિ ભય ઉત્પન્ન કરે.


અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.


પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.


તેથી તમારા પ્રબોધકો, તમારા જોશીઓ, તમારાં સ્વપ્નો [જોનારાઓ] , તમારા કામણટુમણ કરનારા તથા તમારા ભૂવાઓ તમને કહે છે, ‘તમે બાબિલના રાજાના હાથમાં પડશો નહિ, ’ તેઓનું તમે સાંભળશો નહિ;


તમે ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો; તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ; હું યહોવા તમારો ઈશ્વર છું.


અને જે જન ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ફરીને તેમની પાછળ વંઠી જાય, તે જનની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેને તેના લોકો મધ્યેથી નષ્ટ કરીશ.


વળી હું જાદુક્રિયાઓને તારા હાથમાંથી નષ્ટ કરીશ. અને [હવે પછી] તારામાં જોષીઓ હશે નહિ.


અમે પ્રાર્થનાસ્થાને જતા હતા, ત્યારે એક જુવાન દાસી અમને મળી, તેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, અને તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી.


તારી મધ્યે એવો કોઈ જન ન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને ને દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર,


કે મોહિની લગાડનાર, કે મૂઠ મારનાર, કે ઇલમી, કે ભૂવો હોય.


કેમ કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો, અને તમે જીવતા તથા ખરા ઈશ્વરની સેવા કરવાને,


[ઇઝરાયલી] લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાંખડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, અને જે પ્રભુએ તેઓનો ઉદ્વાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વહોરી લેશે.


ત્યારે તે સ્‍ત્રીએ પૂછ્યું, “તારા માટે હું કોને ઉઠાડી લાવું?” તેણે કહ્યું, “મારે માટે શમુએલને ઉઠાડી લાવ.”


શમુએલે કહ્યું, “યહોવા તારી પાસેથી જતા રહ્યા છે ને તારો શત્રુ થયા છે, તો તું મને કેમ પૂછે છે?


ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું, “મેલી વિદ્યા જાણનાર કોઈ સ્‍ત્રીને મારે માટે શોધી કાઢો, ને હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં.” તેના ચાકરોએ તેને કહ્યું, “જો, એન-દોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્‍ત્રી છે.”


શાઉલે વેષ બદલવાને જુદાં વસ્‍ત્રો પહેર્યાં, ને તે તથા તેની સાથે બે માણસો ચાલીને રાત્રે તે સ્‍ત્રી પાસે ગયા. તેણે તે સ્‍ત્રીને કહ્યું, “કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો, ને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર.”


Lean sinn:

Sanasan


Sanasan