Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 7:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ‘આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ, ને આપણે પોતાને માટે તેમાં ભંગાણ પાડીએ, ને ત્યાં ટાબએલના દીકરાને રાજા નીમીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ‘ચાલો, આપણે યહૂદિયા પર ચડાઈ કરીએ, લોકો આપણી સાથે જોડાય માટે તેમને ત્રાસ આપીએ અને રાજગાદી ઉપર ટાબએલના પુત્રને રાજા બનાવીએ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ અને આપણે માટે તેમાં ભંગાણ પાડીએ અને ત્યાં ટાબએલના દીકરાને રાજા બનાવીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓ કહે છે, અમે યહૂદા પર ચઢાઇ કરીશું અને તેને કબજે કરીશું. પછી અમે યરૂશાલેમ પર ચઢાઇ કરીશું અને ટાબએલના પુત્રને તેઓનો રાજા બનાવીશું.’”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 7:6
12 Iomraidhean Croise  

જ્યારે સર્વ ઇઝરયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? તેમ જ યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી; હે ઇઝરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે, હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલ પોતપોતાના તંબુએ ગયા.


પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝ્યાની બહેન યહોશેબાએ અહાઝ્યાના દીકરા યોઆશને, રાજાના જે પુત્રો માર્યા ગયા હતા, તેઓમાંથી ચોરી લઈને તેને તથા તેની દાસીને શયનગૃહમાં [સંતાડી રાખ્યા]. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો, તેથી તે માર્યો ગયો નહિ.


અને હવે તમે દાઉદના પુત્રોના હાથમાં યહોવાનું રાજ્ય છે, તેની સામે થવાનો ઈરાદો રાખો છો. તમારું સૈન્ય બહું મોટું છે, ને યરોબામે જે સોનાના વાછરડા તમારે માટે દેવ તરીકે બનાવ્યા છે તે પણ તમારી પાસે છે.


તો પણ યહોવાએ દાઉદની સાથે જે કરાર કર્યો હતો તેને લીધે, અને તેને તથા તેના વંશજોને તેમનું રાજ્ય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યુ હતું તેને લીધે દાઉદના કુટુંબનો નાશ કરવા તે ચાહતો ન હતો.


માટે તેના ઈશ્વર યહોવાએ તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. તેઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઇ ગયાં. તે ઇઝરાયલના રાજાનાં હાથમાં કેદ પકડાયો,, ને તેણે તેના સૈન્યનો મોટો સંહાર કરીને તેને હરાવ્યો.


કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ ભૂંડું કરવાનું ધાર્યું; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી.


તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરેલો ઇરાદો સેવે છે, તમારા ગુપ્ત લોકોની વિરુદ્ધ તેઓ મસલત કરે છે.


માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે.


યહૂદિયાના રાજા ઉઝિયાના દિકરા યોથામના દીકરા આહાઝના સમયમાં અરામનો રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકા યરુશાલેમની સાથે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તે પર ફતેહ પામી શક્યા નહિ.


અરામે, એફ્રાઈમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને ઠરાવ્યું છે કે,


તેટલા માઠે પ્રભુ યહોવા એમ કહે છે, ‘એવું થશે નહિ, અને તે [ધારણા] પાર પડશે નહિ.’


“આ લોકોએ શિલોઆના ધીમે ધીમે વહેતા પાણીને તરછોડયું છે, અને તેઓ રસીન તથા રમાલ્યાના દીકરાથી આનંદ પામે છે.


Lean sinn:

Sanasan


Sanasan