Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 7:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ છોકરો ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે પહેલાં જે બે રાજાથી તું ભયભીત થાય છે, તેમનો દેશ ઉજજડ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 અરે, છોકરો ભૂંડાનો ત્યાગ કરવાની અને ભલાનો સ્વીકાર કરવાની સમજણ પ્રાપ્ત કરે તે પહેલાં તો જે બે રાજાઓનો તને ડર લાગે છે તેમનો દેશ ઉજ્જડ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 એ બાળક ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે અગાઉ જે બે રાજાથી તું ભયભીત થાય છે તેઓનો દેશ ઉજ્જડ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એ બાળક નરસાનો ત્યાગ કરી, સારાને પસંદ કરતા શીખશે. તે પહેલાઁ તું જેનાથી ભયભીત થાય છે તે બે રાજાઓના દેશો ઉજ્જડ થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 7:16
12 Iomraidhean Croise  

આશૂરના રાજાએ તેનું સાંભળ્યું; અને આશૂરના રાજાએ દમસ્કસ પર ચઢાઈ કરીને તે સર કર્યું, ને [તેના લોકો] ને પકડીને કીર લઈ ગયો, ને રસીનને મારી નાખ્યો.


એટલે તે [તમારું] પવિત્રસ્થાન થશે; પરંતુ ઇઝરાયલનાં બન્ને કુળને માટે તે ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર પહાણો થશે, યરુશાલેમના રહેવાસીઓને માટે તે ફાંસલારૂપ તથા ફાંદારૂપ થઈ પડશે.


કેમ કે તે છોકરામાં મારા પિતા, ને મારી મા, એમ કહેવાની સમજણ આવશે, તે પહેલાં દમસ્કસનું દ્રવ્ય તથા સમરૂની લૂંટ આશૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.”


તેથી યહોવાએ રસીનના શત્રુઓને તેના ઉપર ચઢાવ્યા છે, ને તેના વૈરીઓને ઉશ્કેર્યા છે.


વળી જેમ તમારા સર્વ ભાઈઓને, એટલે એફ્રાઈમના સર્વ વંશજોને, મેં ફેંકી દીધા, તેમ હું તમને મારી નજર આગળથી ફેંકી દઈશ.


હું એફ્રાઈમને ઓળખું છું, ને ઇઝરાયલ મારાથી અજાણ્યો નથી; કેમ કે હે એફ્રાઈમ, તેં તો વ્યભિચાર કર્યો છે, [ને] ઇઝરાયલ વટળ્યો છે.


શિક્ષાને દિવસે એફ્રાઈમ વેરાન થઈ જશે. જે નિશ્ચે થવાનું જ છે તે મેં ઇઝરાયલનાં કુળોને જાહેર કર્યું છે.


તો આ મોટું નગર નિનવે કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હથ કયો એટલું પણ જાણતા નથી. વળી જેની અંદર ઘણાં ઢોરઢાંક છે. તે નગર પર મને દયા ન આવે?”


વળી તમારાં બાળકો જેઓના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ પડશે, તથા તમારાં છોકરાં જેઓને આજે ભલાભૂંડાનું ભાન નથી તેઓ તેમાં પ્રવેશ કરશે, અને તેઓને હું તે આપીશ, ને તેઓ તેનું વતન પામશે.’


Lean sinn:

Sanasan


Sanasan