Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 7:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 એટલે યહોવા પોતે તમને એંધાણી બતાવશે: જુઓ, એક કુમારીને ગર્ભ રહ્યો છે, અને તે એક પુત્રને જન્મ આપશે. અને તેનું નામ “ઇમ્માનુએલ” એટલે કે આપણી સાથે દેવ એવું પડશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 7:14
29 Iomraidhean Croise  

અને યહોવાના દૂતે તેને કહ્યું, “જો, તું ગર્ભવતી છે, ને તું દીકરો જણશે; અને તેનું નામ ઇશ્માએલ [એટલે ઈશ્વર સાંભળે છે] પાડશે, કેમ કે યહોવાએ તારું દુ:ખ સાંભળ્યું છે.


અને લેઆ ગર્ભવતી થઈ, ને તેણે દિકરાને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ રૂબેન પાડયું; કેમ કે તેણે કહ્યું, “યહોવાએ મારું કષ્ટ ખચીત જોયું છે. માટે હવે મારો પતિ મારા પર પ્રેમ કરશે.”


અને તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”


અને રાહેલ બોલી, “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે, ને મારી હાંક પણ સાંભળી છે, ને મને દીકરો આપ્યો છે.” તે માટે રાહેલે તેનું નામ દાન પાડયું.


અને રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે ને હું જય પામી છું.” માટે તેણે તેનું નામ નફતાલી પાડયું.


અને આદમે ફરી પોતાની પત્નીને જાણી. અને હવાએ દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ શેથ પાડયું; કેમ કે, તેણે કહ્યું, “હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.”


તે જ દિવસે તેણે ચિહ્‍ન આપીને કહ્યું “યહોવાએ જે ચિહ્‍ન આપ્યું છે તે આ છે: જો, વેદી ફાટી જશે, ને તે પરની રાખ વેરાઈ જશે.”


આવો, યહોવાનાં કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે [તે જુઓ].


યહોવાએ જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાથી મળશે:


મસલત કરો, અને તે નિષ્ફળ જશે; ઠરાવ જાહેર કરો, ને તે ફોકટ જશે; કેમ કે ઈશ્વર અમારી સાથે છે.


તે યહૂદિયામાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


તેની કારકીર્દીમાં યહૂદિયા તારણ પામશે, ને ઇઝરાયલ નિર્ભય રહેશે; અને યહોવા અમારું ન્યાયીપણું, એ નામથી તને બોલાવશે.”


હે હઠી જનારી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી ફરીશ? કેમ કે યહોવાએ પૃથ્વીમાં નવી વાત ઉત્પન્ન કરી છે, સ્ત્રી પુરુષને ઘેરી લેશે.”


વળી યહોવા કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો ખચીત કાયમ રહેશે, એ તમે જાણો માટે આ જગ્યાએ હું તમને શિક્ષા કરીશ, એનું આ ચિહ્ન તમારે માટે થશે:


પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે.


દૂતે તેને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે; માટે જે [તારાથી] જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો, કહેવાશે


તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને લૂગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો.”


દાઉદ તો તેને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?”


શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.


ધર્મપિતૃઓ તેઓના છે, અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે. તે સર્વકાળ સર્વોપરી, સ્તુત્ય ઈશ્વર છે. આમીન.


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારા કહેવા પ્રમાણે, હજો તમે મારે હાથે ઇઝરાયલને ઉગારવાના હો,


દિવસો વીતતાં એમ થયું કે હાન્‍નાને ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો. અને તેનું નામ તેણે શમુએલ પાડ્યું, કેમ કે [તેણે કહ્યું,] “મેં તેને યહોવા પાસેથી માગી લીધો છે.”


અને તેણે તે છોકરાનું નામ ઇખાબોદ પાડીને કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે;” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવામાં આવ્યો હતો, ને તેના સસરાનું તથા પતિનું [મોત થયું હતું].


Lean sinn:

Sanasan


Sanasan