Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 66:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 નગર તરફ હંગામાનો અવાજ! મંદિર તરફથી કોલાહલ! જે પોતાના શત્રુઓને બદલો વાળી આપે છે તે યહોવાનો સ્વર!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 સાંભળો! શહેરમાં બૂમરાણ મચ્યું છે. મંદિરમાં અવાજ સંભળાય છે. એ તો પોતાના શત્રુઓને ભરીપૂરીને બદલો વાળી રહેલ પ્રભુનો અવાજ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 નગરમાંથી યુદ્ધના કોલાહલનો અવાજ આવે છે, સભાસ્થાનમાંથી અવાજ સંભળાય છે, યહોવાહ જે શત્રુઓને બદલો વાળી આપે છે તેનો અવાજ સંભળાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 સાંભળો, નગરમાં આ સર્વ કોલાહલ ઊઠે છે, મંદિરમાંથી અવાજ સંભળાય છે! એ પોતાના દુશ્મનો પર વૈર વાળતા યહોવાનો અવાજ છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 66:6
7 Iomraidhean Croise  

કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.


કેમ કે તે યહોવાનો વેર વાળવાનો દિવસ છે, સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.


જેવાં તેઓનાં કામ તેવાં જ ફળ તે તેઓને આપશે; અને પોતાના વૈરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ, ને સમુદ્રને કિનારે આવેલા દેશોને તે શિક્ષા કરશે.


તેણે કહ્યું, “યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરુશાલેમમાંથી ઘાંટો પાડશે; અને ભરવાડોના ગૌચરો શોકાતુર થશે, ને કાર્મેલનું શિખર કરમાઈ જશે.”


તે ગર્ભવતી હતી; તેને પ્રસવેદના થતી હતી, અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan