Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 66:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 વળી પ્રભુ કહે છે, “શું મેં મારે પોતાને હાથે જ એ સૌનું સર્જન કર્યું નથી? મારે કારણે જ તો તેઓ અસ્તિત્વ ધરાવે છે! તેથી મારા નિવાસ માટે તો હું જે ગરીબ અને નમ્ર દયનો છે અને મારાં વચનથી ધ્રૂજે છે તેની જ તરફ લક્ષ રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારા જ હાથે આ સર્વ બનાવેલું છે; એવી રીતે તેઓ અસ્તિત્વમાં આવ્યા” એમ યહોવાહ કહે છે. “જે ભંગિત અને આત્મામાં શોક કરે છે અને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેવા માણસ તરફ હું મારી દૃષ્ટિ રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આ આખું વિશ્વ તો મેં જ બનાવેલું છે અને એ બધું તો મારું જ છે. હું એવા લોકોનું સન્માન કરીશ, જેઓ દીનદુ:ખી હોય, કચડાયેલા અને ભાંગી પડેલા હોય, અને જે મારી આજ્ઞા માથે ચડાવતો હોય અને જે મારા વચન સમક્ષ ધ્રૂજતો હોય.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 66:2
35 Iomraidhean Croise  

“આહાબ મારી આગળ કેવો દીન થઈ ગયો છે, તે તું જુએ છે કે નહિ? તે મારી આગળ દીન થઈ ગયો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું, પણ તેના દીકરાના દિવસોમાં તેના ઘર પર હું એ આપત્તિ લાવીશ.”


વળી શફાન ચિટનીસે રાજાને ખબર આપી, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.” અને શાફાને તે રાજાની આગળ વાંચ્યું.


રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં.


મારા મુરબ્બીની, તથા જેઓ આપણા ઈશ્વરની આજ્ઞાથી કંપે છે તેઓની સલાહ પ્રમાણે એ સર્વ સ્ત્રીઓને તથા તેમનાંથી જન્મેલાં બાળકોને છોડી દેવાને આપણે આપણા ઈશ્વરની સાથે કોલકરાર કરીએ. નિયમશાસ્ત્ર પ્રમાણે એમ જ થવું જોઈએ.


આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરનાં વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે એકત્ર થયા. સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.


તમારા ભયથી હું કાપું છું; અને હું તમારાં ન્યાયવચનથી ડરું છું. હાયિન


સરદારોએ વિનાકારણ મને સતાવ્યો છે; પણ મારું હ્રદય તમારાં વચનનું ભય રાખે છે.


જો કે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.


આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને નમ્ર આત્માવાળાને તે તારે છે.


ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હ્રદયને ધિક્કારશો નહિ.


ત્યારે ન્યાયીપણાના યજ્ઞોથી, દહનીયાર્પણ તથા સકળ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; ત્યારે તેઓ તમારી વેદી પર ગોધાઓનું અર્પણ કરશે.


હંમેશાં ભય રાખનાર માણસને ધન્ય છે; પણ જે માણસ પોતાનું હ્રદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.


માણસનું અભિમાન તેને નીચો પાડી નાખશે; પણ નમ્ર મનવાળો માન પામશે.


તમારી દષ્ટિ ઊંચી કરીને જુઓ, એ [બધા તારા] કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના મહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.


જેથી તેઓ આ બધું જુએ, ને જાણે, ને ધ્યાન આપે, ને સમજે કે, યહોવાના હાથે એ કર્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વરે] એને ઉત્તન્ન કર્યું છે.”


કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતનકાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: “હું ઉચ્ચસ્થાને તથા પવિત્રસ્થાને રહું છું, વળી જે અંત:કરણથી પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હ્રદયને ઉત્તેજિત કરું.


પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


યહોવા સિંહની જેમ ગર્જના કરશે, તેમની પાછળ તેઓ ચાલશે. તે ગર્જના કરશે, ને પશ્ચિમથી પુત્રો ધ્રૂજતા ધ્રૂજતા આવશે.


હે મનુષ્ય, સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?


એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.


પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અહીં એક મોટો છે.


શું, મેં મારે હાથે એ બધાં નથી બનાવ્યાં?’


પણ તું ઊઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.”


તેથી, મારા વહાલાઓ, જેમ તમે હંમેંશા આધીન રહેતા હતા તેમ, માત્ર મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારીસહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો.


તે સર્વની પૂર્વેથી હયાત‌છે, અને તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan