યશાયા 66:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તમે તે જોશો, અને હરખાશો, તમારાં હાડકાં લીલોતરીની જેમ ખીલશે; અને યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે, ને પ્રભુના વૈરીઓ પર તે કોપાયમાન થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તમે આ જોશો અને તમારું હૃદય હરખાશે અને તમારાં હાડકાં કુમળા ઘાસની જેમ ઊગશે. યહોવાહનો હાથ તેમના સેવકોના જાણવામાં આવશે પણ શત્રુઓ પર તે કોપાયમાન થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તમે જ્યારે યરૂશાલેમને જોશો ત્યારે તમારા હૃદયમાં આનંદ થશે; તમારી તંદુરસ્તી લીલોતરીની જેમ ઉગશે. યહોવાનો ભલાઇનો હાથ તેમના લોકો પર છે, અને તેમનો કોપ તેમના શત્રુઓ પર છે, તે સર્વ પ્રજાઓ જોઇ શકશે. Faic an caibideil |