Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 66:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાને હું તમને દિલાસો આપીશ; અને યરુશાલેમમાં તમે દિલાસો પામશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 માતા બાળકને સાંત્વન આપે તેમ હું પણ તમને સાંત્વન આપીશ; તમે યરુશાલેમ સંબંધી સાંત્વન પામશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જેમ મા પોતાના બાળકને દિલાસો આપે છે, તે પ્રમાણે હું તને દિલાસો આપીશ અને તું યરુશાલેમમાં દિલાસો પામીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 નાનાં બાળકોને જેમ તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ; અને યરૂશાલેમમાં તમે સૌ દિલાસો પામશો.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 66:13
13 Iomraidhean Croise  

જો હું તારું સ્મરણ ન કરું, અથવા જો મારા મુખ્ય આનંદ કરતાં યરુશાલેમને શ્રેષ્ઠ માનતો ન હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.


મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.


તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.


તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.


યરુશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાનાં સર્વ પાપોને લીધે બમણી [શિક્ષા] થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો.”


હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, આનંદ કર; પર્વતો, તમે જયઘોષ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, પોતાના દુ:ખી માણસો પર દયા કરશે.


[પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?


કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે; તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે; તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.


યરુશાલેમ પર પ્રેમ કરનારા, તમે સર્વ તેની સાથે હરખાઓ, ને તેને લીધે આનંદ કરો. તેને લીધે શોક કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ;


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે, તેમની સ્તુતિ થાઓ.


તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.


પણ જેમ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સાલસપણાથી વર્ત્યા.


Lean sinn:

Sanasan


Sanasan