Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જુઓ, એ મારી આગળ લખેલું છે: ‘હું બદલો વાળી આપ્યા વિના છાનો રહેનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6-7 “જુઓ, મેં તો તેમને જે સજા કરવાની છે તે લખી નાખી છે. હવે હું જંપીને બેસીશ નહિ, પણ તેમના અને તેમના પૂર્વજોના બધા અપરાધોનો ભર્યોપૂર્યો બદલો તેમના ખોળામાં જ વાળી આપીશ. કારણ, તેમણે પારકા દેવનાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો છે અને ડુંગરો પર મારી નિંદા કરી છે. તેમનાં એ અગાઉનાં બધાં ગામોનો પૂરો બદલો હું તેમના ખોળામાં જ માપી આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જુઓ, એ મારી આગળ લખેલું છે: હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “જુઓ, આ સત્ય મારી આગળ નોધેલું છે: એનો બદલો આપ્યા વગર હું જંપીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:6
22 Iomraidhean Croise  

મૂર્ખો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઈથી સંકટમાં આવી પડે છે.


તેના પિતૃઓની ભૂંડાઈ યહોવાને યાદ રહો, અને તેની માનું પાપ ભૂંસાઈ ન જાઓ.


આવાં કામ તેં કર્યાં છે, અને હું ચૂપ રહ્યો; તેથી તેં ધાર્યું છે કે હું છેક તારા જેવો છું, [પણ] હું તને ઠપકો આપીશ, અને હું [તારાં કામ] તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.


આપણા ઈશ્વર આવશે, તે ચૂપ રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે, તેમની આસપાસ તોફાન જાગશે.


તમે મારી રખડામણો ગણો છો; મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?


હે પ્રભુ, અમારા પડોશીઓએ જે રીતે તમારી નિંદા કરી છે, તે જ રીતે તેઓના ઉરમાં તેઓને સાતગણી નિંદા વાળી આપો.


અને યહોવાએ મૂસાને કહ્યું, “આ વાત યાદગીરીને માટે પુસ્તકમાં લખ, ને યહોશુઆના કાનમાં તે કહી સંભળાવ. કેમ કે હું અમાલેકનું સ્મરણ આકાશ તળેથી ભૂંસી નાખીશ.”


કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને શાસન આપવા માટે, યહોવા પોતાના સ્થાનમાંથી બહાર નીકળી આવે છે; પૃથ્વી પોતે શોષી લીધેલું રક્ત પ્રગટ કરશે, ને ત્યાર પછી પોતામાંનાં મરેલાંને ઢાંકી દેશે નહિ.


દુષ્ટને અફસોસ! તેનું અકલ્યાણ થશે; કેમ કે તે તેના હાથે કરેલા કૃત્યનું ફળ ભોગવશે.


હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; અને શાંત થઈને મેં પોતાને કબજે રાખ્યો છે; પણ હવે હું જન્મ આપનારીની જેમ પોકારીશ; મને હાંફણ તથા અમૂઝણ સાથે થશે.


જેવાં તેઓનાં કામ તેવાં જ ફળ તે તેઓને આપશે; અને પોતાના વૈરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ, ને સમુદ્રને કિનારે આવેલા દેશોને તે શિક્ષા કરશે.


હે યહોવા, એને લીધે તમે પાછા હઠશો? શું તમે છાના રહીને અમને અતિઘણું દુ:ખ દેશો?


નગર તરફ હંગામાનો અવાજ! મંદિર તરફથી કોલાહલ! જે પોતાના શત્રુઓને બદલો વાળી આપે છે તે યહોવાનો સ્વર!


પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓનાં પાપનો બમણો બદલો વાળીશ, કેમ કે તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓનાં મુડદાં વડે મારો દેશ વટાળ્યો છે, અને તેઓની કંટાળારૂપ વસ્તુઓથી મારા વારસાને ભરપૂર કર્યો છે.”


પણ જેઓના અંત:કરણનું વલણ તેમની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીઓનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”


એ માટે મેં મારો કોપ તેમના પર રેડ્યો છે. મારા ક્રોધરૂપી અગ્નિથી મેં તેમને ભસ્મ કર્યા છે. પ્રભુ યહોવા કહે છે કે, તેમના પોતાના આચરણનું ફળ મેં તેઓને આપ્યું છે.”


મારી આંખ તો દરગુજર કરશે નહિ ને હું દયા રાખીશ નહિ, પણ તેમને તેમનાં કૃત્યોનો બદલો આપીશ.”


હે તૂર, સિદોન તથા પલેશેથના સર્વ પ્રાંતો, તમારે ને મારે શું છે? શું તમે મારા પર વૈર વાળશો? અને જો તમે મારા પર વૈર વાળશો, તો જલદીથી ને બહુ ઝડપથી હું તમારું વૈર તમારા જ માથા પર પાછું વાળીશ.


ત્યારે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાનું ભય રાખનારાઓને માટે તથા તેમના નામનું ચિંતન કરનારાઓને માટે યાદીનું પુસ્તક પ્રભુની હજૂરમાં લખવામાં આવ્યું.


આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”


‘શું એ મારા ખજાનાઓની ભેગું મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?


પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું [પુસ્તક] છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan