Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓ કબરોમાં રહે છે, ને ભોંયરામાં રાતવાસો રહે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે, ને ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓનાં પાત્રોમાં હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેઓ કબરોમાં સાધના માટે આસન જમાવે છે અને ગુપ્ત સ્થાનોમાં આખી રાત ધ્યાન ધરે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે અને પારકા દેવોને ચડાવેલ બલિના માંસનો સેરવો પીએ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ રાત્રે કબરોમાં બેસી રહીને રાતવાસો કરે છે તેઓ ભૂંડનું માંસ ખાય છે તેની સાથે ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓના પાત્રોમાં હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 અને રાત્રે તેઓ કબ્રસ્તાનમાં અને ગુફાઓમાં જાય છે; તેઓ ડુક્કરનું માંસ ખાય છે અને તેમના પાત્રો અશુદ્ધ પ્રાણીઓમાંથી બનેલા રસાથી ભરેલા હોય છે,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:4
16 Iomraidhean Croise  

તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરનઅ ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ નહિ.


તારી જમીનનું પહેલું પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં ન બાફીશ નહિ.”


વચ્ચે રહેનારની પાછળ જેઓ વાડીઓમાં જવાને માટે પોતાને શુદ્ધ ને પવિત્ર કરે છે, જેઓ ભૂંડનું માંસ તથા કંટાળો ઉપજાવનારી વસ્તુઓ તથા ઊંદર ખાનારા છે, તેઓ સર્વ નાશ પામશે, ” એમ યહોવા કહે છે.


બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો; હલવાનનો યજ્ઞ કરનાર તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું લોહી ચઢાવનાર જેવો; ધૂપથી સ્મારક અર્પણ કરનાર તે મૂર્તિને આશિષ આપનાર જેવો ગણાય છે; તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે, ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માને છે.


ત્યારે મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવા! જો, હું કદી અશુદ્ધ થયો નથી; કેમ કે મારા નાનપણથી તે અત્યાર સુધી મેં મુડદાલ કે પશુઓએ ફાડી નાખેલા પ્રાણીનું માંસ કદી ખાધું નથી. તેમ જ નાપાક માસ મારા મોંમાં ગયું નથી.”


અને ડુકકર, કેમ કે તેની ખરી ફાટેલી છે ને તેના પગ ફાટેલા છે, પણ તે વાગોળતું નથી, તે તમને અશુદ્ધ છે.


હું તેનું રક્ત તેના મુખમાંથી, તથા તેનાં ધિક્કારપાત્ર કૃત્યો તેના દાંતોમાંથી દૂર કરીશ; અને તે પણ આપણા ઈશ્વરને માટે શેષ થશે:અને તે યહૂદિયામાંના અમલદારના જેવો થશે, ને એક્રોન યબૂસી જેવો થશે.


જે જન કોઈ માણસના મુડદાનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


અને સામે પાર ગાડરેનેસના દેશમાં તે પહોંચ્યા ત્યારે અશુદ્ધ આત્મા વળગેલા બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા. તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું ન હતું.


તે કાંઠે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમને મળ્યો, જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા; તે ઘણી મુદતથી લૂગડાં પહેરતો ન હતો, ને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.


તમારે કોઈ પણ પ્રાણીનું મુડદાલ ખાવું નહિ. તારી મધ્યે રહેનાર પરદેશીને તે ખાવાને તું આપે તો ભલે આપે, અથવા તું કોઈ વિદેશીને તે વેચે તો ભલે વેચે, કેમ કે તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે. બકરીનું બચ્ચું તેની માના દૂધમાં તું ન બાફ.


તું કોઈ અમંગળ વસ્તુ ન ખા.


વળી ડુક્કર પણ, કેમ કે તેની ખરી ફાટેલી છે પણ તે વાગોળતું નથી, તે તમારે માટે અશુદ્ધ છે: તેઓનું માંસ તમારે ન ખાવું, ને તેઓનાં મુડદાંને તમારે ન અડકવું.


કે મોહિની લગાડનાર, કે મૂઠ મારનાર, કે ઇલમી, કે ભૂવો હોય.


Lean sinn:

Sanasan


Sanasan