Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે લોકો નિત્ય મારી દષ્ટિ આગળ રહીને મને કોપાયમાન કરે છે, તેઓ વાડીઓમાં યજ્ઞ કરે છે, ને ઈંટો [ની વેદીઓ] પર ધૂપ બાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેઓ પવિત્ર વાટિકાઓમાં બલિદાનો ચડાવીને અને ઈંટોની વેદીઓ ઉપર ધૂપ બાળીને મને સામે મોંએ છંછેડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે એવા લોકો છે જે નિત્ય મને નારાજ કરે છે, તેઓ બગીચાઓમાં જઈને બલિદાનનું અર્પણ કરે છે અને ઈંટોની વેદી પર ધૂપ ચઢાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 સતત મારા મોઢા આગળ મને ગુસ્સો ચડે એવું કરે છે. તેઓ ઉપવનોમાં જઇને બીજા દેવોને બલિદાન આપે છે, અને તેમની વેદી પર ધૂપ ચઢાવે છે

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:3
20 Iomraidhean Croise  

કેમ કે તેઓએ પોતાના હાથનાં સર્વ કામથી મને રોષ ચઢાવવા માટે મારો ત્યાગ કર્યો છે; ને અન્ય દેવો આગળ ધૂપ બાળ્યો છે; માટે આ જગા પર મારો કોપ પ્રગટશે, ને તે હોલવાશે નહિ.


પણ તમારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમારો ઈનકાર કરશે.”


પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના માંસને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમને શાપ આપશે.”


તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની સામે ફિતૂર ઉઠાવ્યું; અને રાનમાં તેમને દુ:ખી કર્યા!


કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો વડે તેમને રોષ ચઢાવ્યો, અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ગુસ્સો ઉત્પન્ન કર્યો.


કેમ કે જે એલોન ઝાડને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો, ને જે વાડીઓને તમે પસંદ કરી હતી તેઓથી લજ્જિત થશો.


કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદિયાની પડતી થઈ છે; કારણ કે વાણીથી અને કરણીથી તેઓ યહોવાની વિરુદ્ધ તેમની પવિત્ર દષ્ટિમાં ખોટું લાગે એમ વર્તે છે.


વચ્ચે રહેનારની પાછળ જેઓ વાડીઓમાં જવાને માટે પોતાને શુદ્ધ ને પવિત્ર કરે છે, જેઓ ભૂંડનું માંસ તથા કંટાળો ઉપજાવનારી વસ્તુઓ તથા ઊંદર ખાનારા છે, તેઓ સર્વ નાશ પામશે, ” એમ યહોવા કહે છે.


બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો; હલવાનનો યજ્ઞ કરનાર તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું લોહી ચઢાવનાર જેવો; ધૂપથી સ્મારક અર્પણ કરનાર તે મૂર્તિને આશિષ આપનાર જેવો ગણાય છે; તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે, ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માને છે.


વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.


જે દેશ તેઓને આપવાને મેં સમ ખાધા હતા તે દેશમાં જ્યારે હું તેઓને લાવ્યો, ત્યારે તેઓએ દરેક ઊંચા ડુંગરને તથા દરેક ઘટાદાર વૃક્ષને જોઈને ત્યાં પોતાનાં બલિદાનો ચઢાવ્યાં, ને ક્રોધ ઉત્પન્ન કરે એવાં અર્પણો તેઓએ અર્પ્યા, વળી ત્યાં તેઓએ પોતાના સુવાસિત [ધૂપ] પણ બાળ્યા, ને ત્યાં તેઓએ પોતાનાં પેયાર્પણો રેડ્યાં.


એ માટે કે જે યજ્ઞ ઇઝરાયલી લોકો ખુલ્લા મેદાનમાં કરે છે તે તેઓ લાવે, એટલે તે તેઓ મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે યહોવાને માટે લાવે, ને તે વડે તેઓ યહોવાને માટે શાંત્યર્પણોના યજ્ઞ કરે.


જે ઈશ્વર નથી તે વડે તેઓએ મને રોષિત કર્યો છે, પોતાની વ્યર્થતાથી તેઓએ મને ચીડવ્યો છે; અને જેઓ પ્રજા નથી તેઓ વડે હું તેઓને રોષિત કરીશ; મૂર્ખ દેશજાતિ વડે હું તેઓને ક્રોધ ચઢાવીશ.


Lean sinn:

Sanasan


Sanasan