Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 એ બંડખોર લોકો જેઓ સ્વચ્છંદી રીતે ખોટે માર્ગે ચાલે છે તેમને [અપનાવી લેવા] મેં આખો દિવસ મારા હાથ લાંબા કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 બંડખોર અને નઠારે માર્ગે ચાલનાર સ્વછંદી લોકોને આવકારવાને મેં આખો દિવસ મારા હાથ પ્રસાર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જે માર્ગ સારો નથી તે પર જેઓ ચાલે છે, પોતાના વિચારો અને યોજનાઓ પ્રમાણે જેઓ ચાલ્યા છે! એ હઠીલા લોકોને વધાવી લેવા મેં આખો દિવસ મારા હાથ ફેલાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “એ બળવાખોર લોકોને વધાવી લેવા મેં આખો દિવસ હાથ પહોળા કર્યા, પણ તેઓ સ્વછંદી બની ખોટે માર્ગે ચાલે છે,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:2
37 Iomraidhean Croise  

અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હ્રદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.


તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે; ખરાબ માર્ગમાં તે ઊભો રહે છે. તે ભૂંડાઈથી કંટાળતો નથી.


હે યહોવા, તમારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે; અને તમારું વિશ્વાસુપણું વાદળાં સુધી છે.


મેં બોલાવ્યા છે, પણ તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નથી;


જુલમી માણસ પોતાના પડોશીને લલચાવીને અશુભ માર્ગમાં દોરી જાય છે.


હે આકાશો, સાંભળો; હે પૃથ્વી, કાન દે; કેમ કે યહોવા બોલ્યા છે: “મેં છોકરાંને ઉછેરીને મોટાં કર્યાં છે, પણ તેઓએ તો મારી વિરુદ્ધ બંડ કર્યું છે.


તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.


યહોવાએ કહેલું છે, “અફસોસ છે બળવાખોર આગેવાનોને! તેઓ યોજના કરે છે, પણ મારી નહિ; તેઓ પાપ પર પાપ ઉમેરવા માટે પેયાર્પણ રેડે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ;


કેમ કે આ લોકો બળવાખોર લબાડ છોકરા છે, તેઓ યહોવાનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છોકરાઓ છે.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે [આવે] , કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.


કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે.


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા.


“કેમ કે હું તેઓનાં કામ તથા તેઓના વિચારો [જાણું છું] ; સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષાઓ બોલનાર લોકોને એકત્ર કરવાનો [સમય] આવે છે; તેઓ આવીને મારો મહિમા જોશે.


બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો; હલવાનનો યજ્ઞ કરનાર તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું લોહી ચઢાવનાર જેવો; ધૂપથી સ્મારક અર્પણ કરનાર તે મૂર્તિને આશિષ આપનાર જેવો ગણાય છે; તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે, ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માને છે.


હું પણ તેઓને માટે આફતો પસંદ કરીશ, ને તેઓ જેનાથી ડરે છે તે બધું તેઓ પર લાવીશ; કેમ કે મેં હાંક મારી, ત્યારે કોઈ ઉત્તર આપનાર નહોતો; હું બોલ્યો, પણ તેઓએ [મારું] સાંભળ્યું નહિ; અને તેઓએ મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું.”


પણ તેઓ કહે છે, ‘હવે કંઈ આશા રહી નથી; કેમ કે અમે પોતાની યોજના પ્રમાણે ચાલીશું, ને અમે દરેક પોતપોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે વર્તીશું.’


તે સમયે તેઓ યરુશાલેમને યહોવાનું રાજ્યાસન કહેશે. અને સર્વ પ્રજાઓ ત્યાં, એટલે યરુશાલેમમાં, યહોવાના નામને લીધે ભેગી થશે; અને પોતાના પાપી હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ફરી ચાલશે નહિ.


હે યરુશાલેમ, દુષ્ટતા દૂર કરીને તારું હ્રદય શુદ્ધ કર, એટલે તારું તારણ થશે. તું વ્યર્થ કરલ્પનાઓ ક્યાં સુધી કરશે?


પણ આ લોકનું હ્રદય બંડખોર તથા બળવાખોર છે; તેઓ બંડ કરીને ગયા છે.


પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તેઓ ચાલ્યા. તેઓ પાછળ હઠયા, પણ આગળ ગયા નહિ.


અને તે કિનારી તમને એ કામમાં આવે કે, તે જોઈને તમને યહોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે, ને તમે તેઓને પાળો. અને તમારું અંત:કરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે, તેમની પઅછળ ન લાગો;


કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ‍ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરધી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ મેં કેટલીવાર તારાં છોકરાંને એકત્ર કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


પણ ઇઝરાયલ વિષે તો તે કહે છે, “આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં હાથ લાંબા કર્યા.”


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


અને રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે, તે પોતાના મનમાં પોતાને મુબારકબાદી આપીને કહે, ‘હું મારા હ્રદયની હઠીલાઈ પ્રમાણે ચાલું, ને સુકાની સાથે લીલાનો નાશ કરું તોપણ મને શાંતિ થશે.’


કેમ કે હું તારું બંડ તથા તારી હઠીલાઈ જાણું છું. જેઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્યે હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે બંડખોર થયા છો, તો મારા મરણ પછી કેલા વિશે થશો!


તેં અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચઢાવ્યો, તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહિ. મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી, તે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી, તમે યહોવાની વિરુદ્ધ બંડ કર્યા કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan