Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 65:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે. જેઓ મને શોધતા નહોતા તેઓને હું મળ્યો છું. જે પ્રજાએ મારું નામ લઈને [મારી વિનંતી] કરી નહોતી તેમને મેં કહ્યું, ‘હું આ રહ્યો, હું આ રહ્યો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, “જેઓ મારી પાસે પૂછપરછ કરવા નહોતા આવતા તેમને મળવાને હું ઉપલબ્ધ રહ્યો છું; જેઓ મને શોધતા નહોતા તેમને હું પ્રાપ્ત થવાને તત્પર રહ્યો છું. મારે નામે વિનંતી નહિ કરનાર પ્રજાને ‘હું આ રહ્યો, હું આ રહ્યો,’ એમ મેં કહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે; જેઓ મને શોધતા નહોતા તેઓને મળવા હું તૈયાર હતો. જે પ્રજાએ મને નામ લઈને બોલાવ્યો નહિ તેને મેં કહ્યું, ‘હું આ રહ્યો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે; “પહેલા કદી મારા વિષે જાણવાની કાળજી કરી નહોતી એવા લોકો હવે મને શોધી રહ્યા છે. પહેલા કદી મને તેઓ શોધતા નહોતા, છતાં હું તેમને મળવા તૈયાર હતો. એ પ્રજા મને નામ દઇને પોકારતી નહોતી છતાં મેં તેમને કહ્યું કે, ‘આ રહ્યો હું. આ રહ્યો હું.’

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 65:1
20 Iomraidhean Croise  

તેમણે પોતાની પાછળ નજર કરી, એટલે મને જોઈને તેમણે હાંક મારી. મેં ઉત્તર દીધો, ‘હું આ રહ્યો.’


પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.


તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.


હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; હે યરુશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે અવાજે પોકાર; પોકાર, બીશ નહિ; યહૂદિયાનાં નગરોને કહે, “જુઓ, તમારા ઈશ્વર!


સિયોનને હું પ્રથમ [કહેનાર] છું કે, જો, તેઓને જો; અને હું યરુશાલેમને વધામણી઼ કહેનાર મોકલી આપીશ.


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો, ને તારણ પામો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી.


જો, જે પ્રજાને તું જાણતો નથી તેને તું બોલાવીશ, ને જે પ્રજા તને જાણતી નહોતી તે તારા ઈશ્વર યહોવાને લીધે તારી પાસે દોડી આવશે, તે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને લીધે [આવશે] ; કારણ કે તેણે તને પ્રતાપી કર્યો છે.


જેઓના પર તમે પુરાતન કાળથી રાજ કર્યું નથી, ને જેઓ તમારા નામથી ઓળખાતા નથી, તેઓના જેવા અમે થયા છીએ.


તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો].


તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, ને તેઓ મારા લોકો થશે. હું તારી સાથે વાસો કરીશ, ’ ને તું જાણશે કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે.


તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું, “બાઈ, તારા મંદવાડથી તું છૂટી થઈ છે.”


બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!


વળી યશાયા બહુ હિંમત રાખીને કહે છે, “જેઓ મને શોધતા નહોતા, તેઓને હું મળ્યો; જેઓ મારી ખોળ કરતા નહોતા તેઓની આગળ હું પ્રગટ થયો.”


તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયીપણાની પાછળ લાગુ રહેતા નહોતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.


તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો, તમે દયા પામેલા નહોતા, પણ હવે તમે દયા પામ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan