Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 64:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે હોંસથી ધાર્મિકપણાએ વર્તે છે તેને, તથા જેઓ તમારા માર્ગોમાં રહીને તમારું સ્મરણ કરે છે તેઓને તમે મળો છો; જુઓ, તમે કોપાયમાન થયા હતા, કેમ કે અમે તો પાપ કર્યું; તે [પાપ કરવા] માં અમે લાંબી મુદતથી [પડયા] છીએ, [એમ છતાં] શું અમે તારણ પામીશું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તમે સચ્ચાઈથી વર્તવામાં આનંદ માણનારા અને તમારે ચીંધેલા રસ્તે ચાલવાનું યાદ રાખનારાઓની વહારે આવો છો. પણ અમે તો પાપ કર્યું અને અમારા પાપાચારમાં લાંબી મુદ્દત જારી રહ્યા હોવાથી તમે કોપાયમાન થયા. પછી અમે કેવી રીતે બચી શકીએ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જેઓ આનંદથી જે યોગ્ય છે તે કરે છે, જેઓ તમારા માર્ગોને ધ્યાનમાં રાખીને તેને પાળે છે, તેઓને સહાય કરવાને તમે આવો. તમે કોપાયમાન થયા હતા કેમ કે અમે પાપ કર્યું. તમારા માર્ગોમાં અમારો હંમેશા ઉદ્ધાર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આનંદથી ભલાં કાર્યો કરનારાઓને તથા દેવના માર્ગે ચાલનારા સૌને તમે આવકારો છો. પરંતુ અમે દેવનો ભય રાખનારા નથી; અમે સતત પાપ કર્યા કરીએ છીએ અને અમારા સમગ્ર જીવન દરમ્યાન પાપી જ રહ્યા છીએ. તેથી અમારા પર તમારો રોષ ભારે છે, અમે કઇ રીતે બચી શકીએ?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 64:5
27 Iomraidhean Croise  

પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ માટે છે, અને તેમનાં સંતાનનાં સંતાનોની સાથે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખે છે


યહોવાની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે, અને તેમની આજ્ઞાઓ [પાળવા] માં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે.


જેઓ તેમનો કરાર તથા તેમની આજ્ઞા પાળે છે તેઓને માટે યહોવાના સર્વ માર્ગો કૃપા તથા સત્યતા [થી ભરેલા] છે.


જેથી તું યહોવામાં આનંદ કરીશ; અને તે તારા હ્રદયની ઇચ્છાઓ પૂરી પાડશે.


મારે માટે તારે માટીની વેદી બનાવીને તે પર તારાં દહનીયાર્પણ તથા તરાં શાંત્યર્પણ અને તારાં ઘેટાં તથા તારા બળદો ચઢાવવાં; અને જે સર્વ જગ્યાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તારી પાસે આવીશ ને તને આશીર્વાદ આપીશ.


અને ત્યાં હું તને મળીશ, ને ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કોશ પરના દયાસન ઉપરથી, બે કરૂબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.


અને કરારકોશ પાસેનઅ પડદા આગળ, એટલે જ્યાં હું તને મળીશ તે કરાર પરના દયાસન આગળ તું તેને મૂક.


જે એલોન ઝાડનાં પાંદડાં ખરી પડે છે, ને જે વાડીમાં પાણી નથી, તેના જેવા પમે થશો.


તે સમયે તું કહેશે, “હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ; જો કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ શમી ગયો છે, ને તમે મને દિલાસો આપો છો.


હે યહોવા અમારા ઈશ્વર, તમારા સિવાય બીજા ધણીઓએ અમારા પર અધિકાર ચલાવ્યો; [પરંતુ] ફકત તમારી સહાયથી અમે તમારા નામનું સ્મરણ કરીશું.


તમે ઇઝરાયલને કાઢી મૂકીને, તેને દૂર કરીને તેની સાથે લડાઈ કરો છો; પૂર્વના વાયુને દિવસે પ્રભુએ પોતાના તોફાની વાયુથી ઇઝરાયલને દૂર કરી છે.


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા.


યહોવાની રહેમ, અને તેમણે જે સર્વ આપણને બક્ષ્યું છે તેમની દયા પ્રમાણે ને તમની પુષ્કળ રહેમ પ્રમાણે તેમણે ઇઝરાયલનાં સંતાનોનું જે મહાન કલ્યાણ કર્યું છે, તે [બધાં] યહોવાનાં સ્તુતિપાત્ર કાર્યો હું કહી સંભળાવીશ.


અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે, ને બંડ કર્યું છે.


હે એફ્રાઈમ, હું તને શી રીતે તજી દઉ? હે ઇઝરાયલ, હું તને શી રીતે સોંપી દઉ? હું શી રીતે તારા હાલ આહ્માહના જેવા કરું? હું શી રીતે તારી સાથે સબોઈમની જેમ વર્તું? મારા મનમાં ઊથલપાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે.


આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેમની પધરામણી પ્રાત:કાળની જેમ ખાતરીપૂર્વક છે; તે વરસાદની જેમ, પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની જેમ, આપણી પાસે આવશે.


યહોશુઆ તો મેલાં વસ્ત્ર પહેરીને દૂત આગળ ઊભેલો હતો.


“કેમ કે હું યહોવા અવિકારી છું. એ માટે, હે યાકૂબના પુત્રો, તમારો સંહાર થયો નથી.


પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.


એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને માટે કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.


Lean sinn:

Sanasan


Sanasan