3 અમારી કલ્પનામાં ન આવે તેવાં પ્રભાવિત ભયંકર કામો જ્યારે કરતાં હતાં, તેવા એક સમયે તમે જ્યારે નીચે અવતરણ કર્યું, અને પર્વતોએ તમને નિહાળ્યા ત્યારે તેઓ ભયથી કંપી ઊઠયા!
અને તમારા લોક જેવી એટલે ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેને પોતાના લોકો થવા માટે છોડાવવા, પોતાનું નામ [અમર] કરવા, અને જે પોતાના લોકને તમે પોતાને માટે મિસરમાંથી, દેશજાતિઓ તથા તેઓનાં દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે તેઓના જોતાં તમારે માટે મહાન કૃત્યો તથા તમારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તમે જે ઈશ્વર તે સિધાવ્યા હોય?
અને યહોવાએ કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્વર્યકૃત્યો તારા સર્વ લોકની આગળ હું કરીશ; અને જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાનું કામ જોશે; કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે, ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત ધ્રૂજ્યા, અને લોકોનાં મુડદાં ગલીઓમાં કચરાની જેમ પડયાં હતાં. એ સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો છે.
તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાઓને વિખેરી નાખે છે. અનાદિ પર્વતોના ટુકડેટુકડા થઈ ગયા છે, સનાતન ડુંગરો નમી ગયા છે. તેમના માર્ગો સદાકાળના છે.
અથવા જે બધું યહોવા તમારા ઈશ્વરે મિસરમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું, તેમ કરીને એટલે પરીક્ષણો, ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે [બીજી] દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?