Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 64:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તમારાં પવિત્ર નગરો ઉજ્જડ થઈ ગયાં છે, સિયોન અરણ્ય થઈ ગયું છે, યરુશાલેમ પાયમાલ થઈ ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમારા પવિત્ર નગરો ઉજ્જડ થઈ ગયાં છે; સિયોન અરણ્ય થઈ ગયું છે, યરુશાલેમ પાયમાલ થઈ ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તમારાં પવિત્ર નગરો અત્યારે નિર્જન પ્રદેશ જેવા થઇ ગયા છે, સિયોન વેરાન થઇ ગયું છે. યરૂશાલેમ ઉજ્જડ અરણ્ય થઇ ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 64:10
22 Iomraidhean Croise  

તેણે યહોવાનું મંદિર, રાજાનો મહેલ તથા યરુશાલેમમાંનાં સર્વ ઘરો બાળી નાખ્યાં, એટલે દરેક મોટું ઘર અગ્નિથી બાળી નાંખ્યું.


ચાર હજાર દ્વારપાળો હતા.ચાર હજાર દાઉદે બનાવેલાં વાજિંત્રો વડે યહોવાની સ્તુતિ કરતા હતા.


તમારો દેશ ઉજ્જડ થયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે. તમારી જમીન તો પારકાઓ તમારી રૂબરૂ ખાઈ જાય છે, અને પારકાઓએ ખેદાનમેદાન કર્યા જેવી તે ઉજ્જડ થઈ ગઈ છે.


કેમ કે ‘અમે પવિત્ર નગરના [રહેવાસી] છીએ, ’ એવું તેઓ કહે છે, ને તેમનો આધાર ઇઝરાયલના ઈશ્વર પર છે. તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.


ત્યારે મેં પૂછયું “હે પ્રભુ, તે ક્યાં સુધી?” તેમણે કહ્યું, “નગરો વસતિ વિનાનાં, અને ઘરો માણસ વિનાનાં ઉજજડ થાય, અને જમીન છેક વેરાન થઈ જાય,


થોડો જ વખત તમારા પવિત્ર લોકે [વતન] ભોગવ્યું છે; અમારા શત્રુઓએ તમારા પવિત્રસ્થાનને ખૂંદ્યું છે.


તેણે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાળી નાખ્યાં, અને યરુશાલેમનાં સર્વ ઘર, એટલે સર્વ મોટાં ઘર તેણે આગ લગાડીને બાળી નાખ્યાં.


શત્રુએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પર પોતાનો હાથ નાખ્યો છે. જેઓને તમારા મંદિરમાં આવવાની તમે મના કરી હતી તે વિદેશીઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે.


યરુશાલેમ પોતાના [આ] દુ:ખ તથા વિપત્તિના દિવસોમાં આગલા સમયનાં પોતાનાં સર્વ વૈભવી વાનાંઓનું સ્મરણ કરે છે; જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા, ને તેને સહાય કરનાર કોઈ નહોતું, ત્યારે શત્રુઓએ તેને જોઈને, ને તેની પાયમાલી જોઈને હાંસી ઉડાવી.


સિયોન પર્વત ઉજ્‍જડ થયો છે. તેના પર શિયાળવા ફરે છે.


ત્યારે જે પુરુષ શણનાં વસ્ત્ર પહેરીને નદીનાં પાણી ઉપર ઊભો હતો તેણે પોતાનો જમણો તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને સદા જીવનારના સમ ખાધા કે, “કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે [મુદત] છે; અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે.”


એથી તમારે કારણે સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમના ઢગલા થઈ જશે, ને [ઈશ્વરના] મંદિરનો પર્વત તે વનમાંની ટેકરીઓના જેવો [થઈ જશે].


‘આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે? શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?’”


ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું. જેઓ [શહેર] માં હોય તેઓએ બહાર નીકળી જવું. અને જેઓ સીમમાં હોય તેઓએ [શહેર] માં આવવું નહિ.


તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.


Lean sinn:

Sanasan


Sanasan