Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 63:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મેં જોયું, તો કોઈ સહાય કરનાર નહોતો, અને કોઈ ટેકો આપનાર નહોતો. એ જોઈને હું વિસ્મય પામ્યો:એટલે મારે માટે મારા પોતાના ભુજે તારણ કર્યું; અને મારા કોપે મને ટેકો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 મેં નજર ફેરવીને જોયું તો મને કોઈ સાથ આપે એવું નહોતું. મને કોઈ ટેકો આપનાર નથી એ જોઈને મને આશ્ર્વર્ય થયું. તેથી મેં મારા બાહુબળથી અને મારા શૌર્યથી મારે માટે વિજય હાંસલ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મેં જોયું અને ત્યાં સહાય કરનાર કોઈ નહોતો. કોઈ મદદ કરનાર નહોતો એથી હું વિસ્મય પામ્યો, પણ મારો પોતાનો ભુજ મારા માટે વિજય લાવ્યો અને મારા કોપે મને ટેકો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 મેં આજુબાજુ નજર નાખી પણ કોઇ મારી મદદે આવ્યું નહિ. મારી સાથે આવનાર કોઇ નથી એ જોઇને હું અચંબામાં પડી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 63:5
19 Iomraidhean Croise  

તેઓનાં હ્રદય તેમણે કષ્ટથી નરમ કરી નાખ્યાં; તેઓ લથડી પડ્યા, અને તેમને સહાય કરનાર કોઈ ન હતો.


મારાથી આઘા ન થાઓ; કેમ કે સંકટ પાસે [આવી પડ્યું] છે; અને સહાય કરનાર કોઈ નથી.


કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


નિંદાએ મને હ્રદયભંગ કર્યો છે, અને હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ કોઈ જડ્યો નહિ; દિલાસો આપનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહિ.


મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે અન્યાય કરનારની વિરુદ્ધ કોણ ઊભો થશે?


યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.


જુઓ, પ્રભુ યહોવા વીરની જેમ આવશે, ને તેમનો ભુજ તેમને માટે અધિકાર ચલાવશે; તેમનું ઈનામ તેમની સાથે, ને તેમનું પ્રતિફળ તેમની આગળ છે.


જ્યારે હું જોઉ છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી; તેઓમાં એવો કોઈ મંત્રી પણ નથી કે હું જ્યારે તેઓને પૂછું ત્યારે તેઓ ઉત્તર આપે.


હું આવ્યો, તો કોઈ માણસ નહોતું; મેં પોકાર્યું, તો કોઈ ઉત્તર આપનાર નહોતો, એનું કારણ શું? શું, મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે, તે તમને છોડાવી શકે નહિ? અને તમને બચાવવાને મારામાં કોઈ શક્તિ નથી? જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું, નદીઓને રણ કરી નાખું છું; પાણીની અછતને લીધે તેઓમાંનાં માછલાં ગંધાઈ ઊઠે છે, ને તરસે મરી જાય છે.


મારું ન્યાયીપણું પાસે છે, મારું ઉદ્ધારકાર્ય પ્રગટ થયું છે, ને મારા ભુજ લોકોનો ન્યાય કરશે; દ્વીપો મારી રાહ જોશે, ને મારા ભુજ પર તેઓ ભરોસો રાખશે.


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


યહોવાએ સર્વ વિદેશીઓના જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; પૃથ્વીની સર્વ સીમાઓ આપણા ઈશ્વરે [કરેલું] તારણ જોશે.


મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે; અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો, વળી મેં મારા રોષમાં તેઓને ખૂંદ્યા, ને મારા કોપથી તેઓને છૂંદી નાખ્યા! તેઓનું લોહી મારાં વસ્ત્ર પર છંટાયું છે, ને મારા તમામ પોશાક પર મેં ડાઘ પાડયા છે.


તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીંડામાં ઊભો રહીને મને તેનો નાશ કરતાં વારે; પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.


પણ હું યહૂદિયાના લોકો પર કૃપા કરીશ, ને તેમનો ઈશ્વર યહોવા થઈને તેમનો ઉદ્ધાર કરીશ, અને ધનુષ્યથી, તરવારથી, યુદ્ધથી, ઘોડાઓથી કે સવારોથી તેમનો ઉદ્ધાર કરીશ નહિ.”


જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે કે જયારે તમે દરેક માણસ પોતપોતાનાંની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.


પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે.


Lean sinn:

Sanasan


Sanasan