Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 63:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જેઓના પર તમે પુરાતન કાળથી રાજ કર્યું નથી, ને જેઓ તમારા નામથી ઓળખાતા નથી, તેઓના જેવા અમે થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રાચીનકાળથી તમે જાણે અમારા પર રાજ કર્યું જ ન હોય અને અમે તમારે નામે જાણે ઓળખાતા જ ન હોય એવા અમે થયા છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જેઓના પર તમે ક્યારેય રાજ કર્યું નથી, જેઓ તમારા નામથી ઓળખાતા નથી તેઓના જેવા અમે થયા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 અમારા પર તું રાજ્ય ન કરતો હોય તે રીતે, અમે તારી પ્રજા ન હોઇએ તે રીતે, અમે ઘણો સમય વિતાવ્યો!

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 63:19
19 Iomraidhean Croise  

વળી આકાશોને નમાવીને તે ઊતર્યા; અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો.


યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, તેમણે ઇઝરાયલને પોતાની ખાસ મિલકત થવા માટે [પસંદ કર્યો છે].


તે કરૂબ ઉપર સવારી કરીને ઊડયા; અને વાયુની પાંખો વડે વેગે ઊડયા.


જે વિદેશીઓ તમને જાણતા નથી, અને જે રાજ્યની પ્રજાઓ તમારે નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.


થોડો જ વખત તમારા પવિત્ર લોકે [વતન] ભોગવ્યું છે; અમારા શત્રુઓએ તમારા પવિત્રસ્થાનને ખૂંદ્યું છે.


જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો, જો પર્વતો તમારી આગળ કંપે, તો કેવું સારું!


જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે. જેઓ મને શોધતા નહોતા તેઓને હું મળ્યો છું. જે પ્રજાએ મારું નામ લઈને [મારી વિનંતી] કરી નહોતી તેમને મેં કહ્યું, ‘હું આ રહ્યો, હું આ રહ્યો.’


જે વિદેશીઓ તમને ઓળખતા નથી, તથા જે કુળો તમારું નામ લેતા નથી તેઓના પર તમારો કોપ રેડી દો; કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, બલકે ખાઈ જઈને તેને છેક પાયમાલ કર્યો છે, અને તેનું રહેવાનું સ્થળ વેરાન કર્યું છે.”


વિસ્મિત થયેલા માણસના જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરી ન શકે, એવા તમારે કેમ થવું જોઈએ? પણ હે યહોવા, તમે અમારી વચમાં છો, ને તમારા નામથી અમે ઓળખાયા છીએ: અમારો ત્યાગ ન કરો.”


હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો. તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો; કેમ કે અમે અમારી અરજો અમારાં પોતાનાં ન્યાયી કૃત્યોને લીધે તો નહિ, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ.


હે પ્રભુ, લક્ષ આપો, ને આ અમારી અરજ ફળીભૂત કરો. વિલંબ ન કરો. હે મારા ઈશ્વર, તમારી પોતાની ખાતર એ પ્રમાણે કરો, કેમ કે તમારા નગરનું તથા તમારા લોકોનું નામ તમારા નામ પરથી પડેલું છે.”


જેથી અદોમના બાકી રહેલાનું, તથા જે બધી પ્રજાઓ મારા નામથી ઓળખાતી હતી તેઓનું પણ તેઓ વતન પામે.” આ કરનાર જે યહોવા તે એમ કહે છે.


તેમણે તો આગલા જમાનાઓમાં સર્વ લોકોને તેમને પોતાને માર્ગે ચાલવા દીધા.


જેથી બાકી રહેલા લોકો તથા બધા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;


તેઓ ઇઝરાયલી છે, અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્‍ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે.


તે સમયે તમે ખ્રિસ્તરહિત, ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના, તથા [આપેલા] વચનના કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઇશ્વર વગરના, એવાં હતાં.


અને પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાના નામ પરથી તારું નામ પડેલું છે. અને તેઓ તારાથી બીશે.


હે યહોવા, જ્યારે તમે સેઈરથી સિધાવ્યા, જ્યારે તમારી સવારી અદોમના મેદાનમાંથી નીકળી, ત્યારે ધરતી કાંપી, ને આકાશ પણ ટપક્યું, હા, મેઘોમાંથી પાણી ટપક્યું.


યહોવાની આગળ પર્વતો કાંપવા લાગ્યા, ઇઝરાયલના ઈશ્વર યહોવાની સમક્ષ પેલો સિનાઈ પણ [કાંપ્યો].


Lean sinn:

Sanasan


Sanasan