Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 63:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી, ને ઇઝરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો; હે યહોવા, તમે અમારા પિતા છો; પ્રાચીનકાળથી અમારો ‘ઉદ્ધાર કરનાર’ એ જ તમારું નામ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તમે અમારા પિતા છો; જો કે અમારા પૂર્વજ અબ્રાહામ અમને ઓળખતા નથી અને ઇઝરાયલ અમારો સ્વીકાર ન કરે, તોપણ હે પ્રભુ, તમે અમારા પિતા છો. છેક જૂના જમાનાથી “અમારા ઉદ્ધારક” એ જ તમારું નામ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે તમે અમારા પિતા છો, જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી “અમારો ઉદ્ધાર કરનાર” એ જ તમારું નામ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હજુ પણ સાચે જ તમે અમારા પિતા છો! જો ઇબ્રાહિમ અને ઇસ્રાએલ (યાકૂબ) અમારો અસ્વીકાર કરે તોયે, હે યહોવા, તું અમારો પિતા છે, પ્રાચીન સમયથી તું “અમારો ઉદ્ધારક” એ નામથી ઓળખાતો આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 63:16
29 Iomraidhean Croise  

માટે સર્વ સભાજનોના દેખતાં તેણે યહોવાની સ્તુતિ કરી. તેણે કહ્યું, “હે યહોવા, અમારા પિતા ઇઝરાયલના ઈશ્વર, તમે સદા સર્વકાળ સ્તુત્ય હો.


તેના દીકરા માનવંત પદવીએ ચઢે છે, અને તે પોતે જાણતો નથી; તેઓ દીનાવસ્થામાં આવી પડે છે, પણ તે વિષે તે સમજતો નથી.


અને તું ફારુનને કહે કે, યહોવા એમ કહે છે કે, ઇઝરાયલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર છે;


જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી, કેમ કે તેમનુમ સ્મરણ લોપ થયું છે.


હે આકાશો, સાંભળો; હે પૃથ્વી, કાન દે; કેમ કે યહોવા બોલ્યા છે: “મેં છોકરાંને ઉછેરીને મોટાં કર્યાં છે, પણ તેઓએ તો મારી વિરુદ્ધ બંડ કર્યું છે.


તે માટે જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવા યાકૂબના કુટુંબ વિષે કહે છે, “હવે યાકૂબને કદી શરમાવું પડશે નહી, ને તેનો ચહેરો ફિકકો થઈ જવાનો નથી.


હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, બીશો નહિ; યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ, વળી હુમ તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છું.


પણ હે મારા સેવક, ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ;


તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] યહોવા એવું કહે છે, “તમારે માટે મેં [સૈન્યને] બાબિલ મોકલ્યું છે, અને હું સર્વને, એટલે તેઓનાં મોજ કરવાનાં વહાણોમાં ખાલદીઓને નાસી જનારની જેમ પાડી નાખીશ.


ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે, “હું આદિ છું, હું અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.


ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] તથા એનો બનાવનાર યહોવા કહે છે, “ભવિષ્યની બિનાઓ વિષે તમે મને પૂછશો? મારા પુત્રો સંબંધી તથા મારા હાથનાં કાર્યો સંબંધી મને આજ્ઞા કરશો?


તમારા પિતા ઇબ્રાહિમને ને તમારી જનેતા સારાને નિહાળો! તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, અને તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.


કેમ કે તારા કર્તા તારા પતિ છે. તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે; તારો ઉદ્ધાર કરનાર ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે. તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાશે.


તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.


જેમણે મૂસાને જમણે હાથે પોતાનો પ્રતાપી ભુજ ચાલતો રાખ્યો હતો, જેમણે પોતાને માટે અમર નામ કરવાને અમારી આગળ [સમુદ્રના] પાણીના બે ભાગ કર્યા,


કોઈ તમારે નામે વિનંતી કરતો નથી, કોઈ તમને ગ્રહણ કરવા માટે જાગૃત થતો નથી; કેમ કે તમે તમારું મુખ અમારી તરફથી ફેરવ્યું છે, ને અમારા અપરાધોને લીધે અમને પાણી પાણી કરી નાખ્યા છે.


હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી, ને તમે અમારા કુંભાર; અમે સર્વ તમારા હાથની કૃતિ છીએ.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


પણ મેં કહ્યું, “હું તને પુત્રોમાં કેમ ગણું? અને આનંદમય દેશ, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ વારસો, હું તને કેમ આપું? મેં ધાર્યું હતું કે, તું મને તારો પિતા કહીશ, તથા મારી પાછળ ચાલીશ અને ફરી જઈશ નહિ.


ડુંગરો પરની તથા પર્વતો પરની ધામધૂમથી [જે તારણની આશા રાખીએ છીએ] તે ખરેખર વ્યર્થ જ છે; ખરેખર અમારા ઈશ્વર યહોવામાં જ ઇઝરાયલનું તારણ છે.


તેઓ રડતાંકકળતાં ને વિનંતીઓ કરતાં આવશે, ને હું તેઓને દોરીશ; અને ઠોકર નહિ વાગે એવા સીધા માર્ગમાં હું તેઓને પાણીનાં નાળાંઓ પાસે ચલાવીશ; કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, ને એફ્રાઈમ મારો જ્યેષ્ઠ પુત્ર છે.


તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો].


હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોના [ઇશ્વર] યહોવા તમને પૂછે છે, ‘પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે. ત્યારે જો હું પિતા હોઉં, તો મારું સન્માન કયાં છે? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે?’ તમે પૂછો છો, ‘કઇ બાબતમાં અમે તમારા નામનું અપમાન કર્યું છે?’


શું આપણ સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યાં નથી? તો શા માટે આપણે સર્વ આપણા ભાઈઓ સાથે કપટથી વર્તીને આપણા પૂર્વજોના કરારનો ભંગ કરીએ છીએ?


માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.


તમે તમારા પિતાનાં કામ કરો છો.” તેઓએ તેમને કહ્યું, “અમે વ્યભિચારથી જન્મ્યા નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.”


તમે યહોવા તમારા ઈશ્વરનાં છોકરાં છો. તમે મરેલાંને લીધે તમારા અંગ પર ઘા ન પાડો, ને તમારી આંખોની વચ્ચે ન મૂંડાવો.


ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો, શું તમે યહોવાને આવો બદલો આપો છો? શું તે તને ખંડી લેનાર તારા પિતા નથી? તેમણે તને ઉત્પન્‍ન કર્યો છે ને તને સ્થિર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan