Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 62:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ તેને ભેગું કરનારાઓ તે ખાશે, ને યહોવાની સ્તુતિ કરશે; અને એનો સંગ્રહ કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણાંમાં એ પીશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેં મહેનત કરીને બનાવેલો દ્રાક્ષાસવ પરદેશીઓ પી જશે નહિ; તારા લણેલા પાકમાંથી તું જ ખાઈશ અને પ્રભુની સ્તુતિ કરીશ. મારા મંદિરના પ્રાંગણમાં તમે તમારી વીણેલી દ્રાક્ષોનો દ્રાક્ષાસવ પીશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે ધાન્ય લણનારા જ તે ખાશે અને યહોવાહની સ્તુતિ કરશે અને દ્રાક્ષાને ભેગી કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણામાં દ્રાક્ષારસ પીશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ ધાન્ય લણનારા જ તે ખાઇને મારી સ્તુતિ કરશે, અને દ્રાક્ષને ભેગી કરનારા જ મારા મંદિરના ચોકમાં તેનો દ્રાક્ષારસ પીશે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 62:9
13 Iomraidhean Croise  

જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ [શા માટે ખરચી નાખો છો?] કાન દઈને મારું સાંભળો, અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.


તે માટે પ્રભુ યહોવા કહે છે, “જુઓ મારા સેવકો ખાશે, પણ તમે તો ભૂખ્યા રહેશો; જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તો તરસ્યા રહેશો; જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે તો લજ્જિત થશો;


વળી તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.


તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; કેમ કે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.


તું ફરી સમરૂનના પર્વતો પર દ્રાક્ષાવાડીઓ રોપીશ. રોપનારા રોપશે, ને તેઓનાં ફળ ખાશે.


તેણે ખાંભ પણ બનાવ્યા, તે સાઠ હાથના હતા, અને આંગણું ખાંભ સુધી [પહોંચેલું] હતું, ને દરવાજાની આસપાસ હતું.


તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો, ને તમારા ઈશ્વર યહોવા, જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે તેમના નામની તમે સ્તુતિ કરશો. અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.


“સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘જો તું મારા માર્ગોમાં ચાલશે, ને જો તું મારી આ ઓ પાળશે, તો તું મારા ઘરનો ન્યાય કરનાર પણ થશે, ને મારાં આંગણાં પણ સંભાળશે, ને હું તને આ પાસે ઊભેલાઓની મધ્યે જવા આવવાની છૂટ આપીશ.’


અને તમારે તથા તમારા દીકરાઓએ તથા તમારી દીકરીઓએ, તથા તમારા દાસોએ તથા તમારી દાસીઓએ, તથા લેવી કે જેને તારી સાથે હિસ્સો કે વારસો મળેલો નહિ હોવાથી તારા દરવાજાથી અંદર રહેતો હોય તેણે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ હર્ષ કરવો.


અને ત્યાં તમારે યહોવા તમારા ઈશ્વરની આગળ જમવું, ને તમારા હાથમાં જે સર્વ [કામો] માં યહોવા તારા ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારાં કુટુંબોએ ઉત્સવ કરવો.


અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, યહોવા તારા ઈશ્વરની સમક્ષ, તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા તારી મધ્યે રહેનાર પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.


અને તારા પર્વમાં તું તથા તારો દીકરો તથા તારી દીકરી તથા તારો દાસ તથા તારી દાસી તથા તારા ઘરમાં રહેનાર લેવી તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આનંદ કરો.


Lean sinn:

Sanasan


Sanasan