Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 61:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેમનાં સંતાન વિદેશીઓમાં, ને તેમની સંતતિ લોકોમાં ઓળખાશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનને યહોવાએ આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેમના વંશજો પ્રજાઓમાં અને તેમનાં સંતાનો લોકોમાં ખ્યાતિ પામશે. એમને જોનાર સૌ કોઈ કહેશે કે ખરેખર આ તો પ્રભુથી આશિષ પામેલા લોક છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓનાં સંતાન વિદેશીઓમાં અને તેઓના વંશજો લોકોમાં ઓળખાશે. જેઓ તેઓને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનોને યહોવાહે આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેઓના વંશજો સર્વ પ્રજાઓમાં ખ્યાતિ પામશે; અને સર્વ લોકો જાણશે કે, દેવે જેઓને ખૂબ આશીર્વાદિત કર્યા છે તે આ લોકો છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 61:9
15 Iomraidhean Croise  

અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”


અને લબાને તેને કહ્યું, “મારા પર તારી કૃપાદષ્ટિ હોય તો રહે; કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે. એ મેં શુકનથી જાણ્યું છે.”


યહોવા તમારી તેમ જ તમારાં છોકરાંની વૃદ્ધિ કર્યા કરશે.


તું બીશ નહિ; કેમ કે હું તારી સાથે છું; હું તારા સંતાન પૂર્વથી લાવીશ, ને પશ્ચિમથી તને એકત્ર કરીશ.


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.


તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા માટે પ્રજા સહિત તેઓ યહોવાના આશીર્વાદિતોનાં સંતાન છે


કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સમક્ષ સ્થિર રહેનાર છે, તેમ તમારાં સંતાન તથા તમારાં નામ કાયમ રહેશે, ” એવું યહોવા કહે છે.


યહોવા કહે છે, “યાકૂબને લીધે આનંદથી ગાયન કરો, ને પ્રજાઓમાં જે મુખ્ય છે તેને માટે હર્ષનાદ કરો. પ્રગટ કરીને સ્તુતિ કરો, ને કહો, ‘હે યહોવા, તમારા લોકોને, એટલે ઇઝરાયલના બાકી રહેલાઓને, તમે તારો.’


અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ.


“સર્વ પ્રજાઓ તમને ધન્યવાદ આપશે, કેમ કે તમારો દેશ તો એક રળિયામણો દેશ થશે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને ઈશ્વરે બલામને કહ્યું, “તું તેઓની સાથે જતો ના. તું તે લોકોને શાપ ન આપ. કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે.”


ઈશ્વરે પોતાના સેવકને ઊભા કર્યા, ને તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને તે તમારામાંના [દરેકને] આશીર્વાદ આપે.”


Lean sinn:

Sanasan


Sanasan