Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 60:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તારા દેશમાં બલાત્કારની વાત, તારી સરહદમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ. તું તારા કોટોને તારણ, ને તારા દરવાજાઓને સ્તુતિ એવાં નામ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તારા દેશમાં અત્યાચારની અને તારી સીમાઓમાં વિનાશ કે પાયમાલીની વાત સાંભળવા મળશે નહિ. તું તારા કોટને ‘ઉદ્ધાર’ અને તારા દરવાજાઓને ‘સ્તુતિ’ એવાં નામ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તારા દેશમાં હિંસાની વાત, કે તારી સરહદોમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ; પણ તું તારા કોટોને ઉદ્ધાર અને તારા દરવાજાઓને સ્તુતિ કહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તારી ભૂમિમાં હિંસાનું, વિનાશનું કે પાયમાલીનું નામ સાંભળવા નહિ મળે. તમારી ભીતો ‘તારણ’ કહેવાશે અને તમારા દરવાજાઓ ‘સ્તુતિ’ કહેવાશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 60:18
23 Iomraidhean Croise  

વળી હું મારા ઇઝરાયલ લોકને માટે જગા ઠરાવી આપીને તેઓને ત્યાં રોપીશ કે, તેઓ પોતાની જ જગાએ રહે ને ફરીથી ખસેડાય નહિ.


તારી સરહદમાં શાંતિ ફેલાવીને સરસ ઘઉંથી તે તને તૃપ્ત કરે છે.


મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.


તે વિદેશીઓમાં ઇનસાફ કરશે, તે ઘણા લોકોનો ચૂકાદો કરશે; અને તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે. પ્રજાઓ એકબીજીની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.


તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે: અમારું એક મજબૂત નગર છે; તેના કોટ તથા મોરચા [ઈશ્વર] તારણને અર્થે ઠરાવી આપશે.


દરવાજાઓને ઉઘાડો કે, સત્યનું પાલન કરનારી ન્યાયી પ્રજા તેમાં પેસે.


તારા પર આ બે [દુ:ખ] આવી પડયાં છે; કોણ તારે લીધે શોક કરશે? પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તરવાર [તારા પર આવી પડયાં છે]. હું શી રીતે તને દિલાસો આપીશ?


તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ; ત્રાસથી દૂર રહે, તને કંઈ ભય લાગશે નહિ; ધાકથી દૂર રહે, તે તારી પાસે આવશે નહિ.


તેમને તો હું મારા મંદિરમાં તથા મારા કોટોમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તથા નામ આપીશ. એમને નષ્ટ નહિ થાય એવું અમર નામ હું આપીશ.


વળી મારા દરવાજા નિત્ય ઉઘાડા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ; જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના [બંધનમાં] રાખેલા રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે.


હું તાંબાને બદલે સોનું લાવીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું લાવીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.


જેમ ભૂમિ પોતામાંથી પીલો ઉગાડે છે, ને જેમ વાડી તેમાં રોપેલાંને ઉગાડે છે; તેમ પ્રભુ યહોવા ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.


દરવાજાઓમાં થઈને, દરવાજાઓમાં થઈને જાઓ; લોકોને માટે માર્ગ તૈયાર કરો; બાંધો, સડક બાંધો; પથ્થરો વીણી કાઢો; લોકોને માટે ધ્વજા ઊંચી કરો.


તું ફરીથી ‘તજેલી’ કહેવાશે નહિ; તેમ તારો દેશ ફરીથી ‘ઉજ્જડ’ કહેવાશે નહિ; કેમ કે તું ‘હેફસીબા’ (મારો આનંદ) કહેવાઈશ, ને તારો દેશ ‘બેઉલાહ’ (વિવાહિત) કહેવાશે; કેમ કે યહોવા તારા પર પ્રસન્ન છે, ને તારા દેશનાં લગ્ન થશે.


તે યરુશાલેમને સ્થાપે, ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહિ.


તેણે ચારે દિશાએ તેની માપણી કરી. પવિત્ર તથા સાધારણ એ [બે સ્થાનો] ને જૂદાં પાડવા માટે તેને ચાર તરફ એક ભીંત હતી, જેની લંબાઈ પાંચસો તથા પહોળાઈ પાંચસો [દંડ] હતી.


તે ઘણી પ્રજાઓની વચ્ચે ન્યાય કરશે, ને દૂરના બળવાન લોકોનો ઇનસાફ કરશે. અને તેઓ પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે. પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ.


જુઓ, જેઓ તને દુ:ખ દે છે તે સર્વની ખબર હું તે સમયે લઈશ. અને જે લંગડાય છે તેને હુમ બચાવીશ, ને જેને હાંકી કાઢવામાં આવી છે તેને હું પાછી લાવીશ. આખી પૃથ્વી પર જેઓની ઈજ્જત [ગઈ છે] , તેઓને હું પ્રશંસનીય તથા નામીચા કરીશ.


કેમ કે, યહોવા કહે છે કે, ‘હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, ને હું તેનામાં મહિમાવાન થઈશ.’


કેમ કે જુઓ, હું મારો હાથ તેમના પર હલાવીશ, ને જેઓ તેમને તાબે રહેતા હતા તેઓ તેમને લૂંટશે. અને તમે જાણશો કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને મોકલ્યો છે.


હું મારા મંદિરની આસપાસ થાણારૂપે છાવણી નાખીશ, જેથી કોઈ અંદર આવજા કરે નહિ; અને ત્યાર પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને કદી આગળ જવા પામશે નહિ; કેમ કે હવે મેં મારી નજરે જોયું છે.


Lean sinn:

Sanasan


Sanasan