Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 60:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 હું તાંબાને બદલે સોનું લાવીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું લાવીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 હું તાંબાને બદલે સોનું, લોખંડને બદલે ચાંદી, લાકડાને બદલે તાંબુ અને પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું શાંતિને તારો શાસક અને ન્યાયીપણાને તારો રાજર્ક્તા બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હું કાંસાને બદલે સોનું તથા લોખંડને બદલે ચાંદી; લાકડાને બદલે કાંસુ તથા પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું તારા અધિકારીઓ તરીકે શાંતિની તથા શાસકો તરીકે ન્યાયની નિમણૂક કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “હું તમને કાંસાને બદલે સોનું અને લોખંડને બદલે ચાંદી તેમજ લાકડાને બદલે કાંસુ અને પથ્થરને બદલે લોઢું આપીશ. તારા પ્રશાસક શાંતિ અને ન્યાયપૂર્વક શાસન ચલાવે એમ હું કરીશ,

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 60:17
15 Iomraidhean Croise  

તેણે ભોંયતળિયાને અંદર તથા બહાર સોનાથી મઢ્યું.


તારી સરહદમાં શાંતિ ફેલાવીને સરસ ઘઉંથી તે તને તૃપ્ત કરે છે.


પર્વતો તથા ડુંગરો ન્યાયીપણે લોકોને શાંતિ આપશે.


આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયનગર, ધર્મપુરી કહેવાશે.


ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે, ને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવા પોતાના લોકોના ઘાને પાટો બાંધશે, ને તેના જખમનો ઘા સાજો કરશે તે દિવસે એમ થશે.


કાંટાના ઝાડને સ્થાને દેવદાર, અને રાની ગુલાબને સ્થાને મેંદી ઊગશે. તે યહોવાની નામના તરીકે, કદી નાશ પામશે નહિ એવું અનંતકાળ માટેનું સ્મારક થશે.”


તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.


તારા દેશમાં બલાત્કારની વાત, તારી સરહદમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ. તું તારા કોટોને તારણ, ને તારા દરવાજાઓને સ્તુતિ એવાં નામ આપીશ.


પછી તેની જગાએ એક એવો ઊભો થશે કે જુલમથી કર લેનારને એ પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે; પણ થોડા જ દિવસોમાં તે નાશ પામશે, ને તે વળી ક્રોધથી નહિ, તેમ લડાઈથી પણ નહિ.


વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “રૂપું મારું છે, ને સોનું પણ મારું છે.”


તે યહોવા યરુશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે; અને તે દિવસે તેઓમાં જે નિર્બળ હશે તે દાઉદના જેવો થશે. અને દાઉદના વંશજો તેઓની નજરમાં ઈશ્વરના જેવા, યહોવાના દૂત જેવા થશે.


કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય.


તોપણ આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan