Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 60:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 માતા બાળકને સ્તનપાન કરાવે તેમ પ્રજાઓ અને રાજાઓ તારું પાલનપોષણ કરશે ત્યારે તને ખબર પડશે કે મેં પ્રભુએ તારો ઉદ્ધાર કર્યો છે અને હું, ઇઝરાયલનો સમર્થ ઈશ્વર, તારો મુક્તિદાતા છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 વિદેશી ભૂમિઓ અને તેના રાજામહારાજાઓ તારું પોતાની માતાની જેમ પાલન કરશે, ત્યારે તને ખબર પડશે કે હું, યહોવા તારો તારક છું, હું યાકૂબનો મહાબળવાન દેવ, તારો રક્ષક છું.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 60:16
25 Iomraidhean Croise  

અને હું તમને મારા લોક કરી લઈશ, ને હું તમારો ઈશ્વર થઈશ. અને તમે જાણશો કે મિસરીઓની વેઠ નીચેથી તમને કાઢનાર તમારો ઈશ્વર યહોવા હું છું.


તે માટે સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના સમર્થ પ્રભુ, એવું કહે છે: “હાશ! મારા શત્રુઓ ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ.


હે સિયોનમાં રહેનારી, જોરથી પોકાર; કેમ કે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] તારામાં મોટા મનાય છે.”


તે મિસર દેશમાં સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે ચિહ્નરૂપ તથા સાક્ષ્યરૂપ થશે; તેઓ જુલમગારોને લીધે યહોવાને પોકારશે, અને તે તેઓને માટે તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે.


તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે; આ યહોવા છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું.”


વળી આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજુ થશે, ને જેઓ કચકચ કરનાર હતા તેઓ જ્ઞાન પામશે.”


કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા, યહોવા આપણા રાજા છે; તે આપણને તારશે.


હું, હું જ યહોવા છું; અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી.


હે ઇઝરાયલના ઈશ્વર, [ઇઝરાયલના] ત્રાતા, ખરેખર તમે ગુપ્ત રહેનાર ઈશ્વર છો.


[તમારી દલીલો] જાહેર કરીને તેમને પાસે લાવો; એકત્ર થઈને તેઓ મસલત કરે; પુરાતન કાળથી આ કોણે કહી સંભળાવ્યું? આગળથી એની ખબર કોણે આપી? શું મેં યહોવાએ એમ નથી કર્યું? મારા સિવાય બીજો ઈશ્વર નથી; હું ન્યાયી ઈશ્વર તથા ત્રાતા; મારા વિના કોઈ નથી.


રાજાઓ તારા વાલી, અને તેમની રાણીઓ તારી ધાવો થશે; ભૂમિ પર નાક ઘસીને તેઓ તને નમશે, તેઓ તારા પગની ધૂળ ચાટશે! ત્યારે, હું યુહોવા છું, અને મારી રાહ જોનારા લજવાશે નહિ, એવું તું જાણીશ.


હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે નવા દ્રાક્ષારસથી [મસ્ત થાય] તેમ પોતાના લોહીથી તેઓ મસ્ત થશે! ત્યારે સર્વ માણસો જાણશે કે, હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ [ઈશ્વર] છું.”


તે માટે મારા લોકો મારું નામ જાણશે; અને, હું આ રહ્યો, એવું બોલનાર તે હું છું, એમ તે દિવસે તેઓ જાણશે.”


વળી યહોવા કહે છે, “સિયોનને માટે, તથા યાકૂબમાંના આધર્મથી પાછા ફરનારાને માટે ઉદ્ધારનાર આવશે.”


હું તાંબાને બદલે સોનું લાવીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું લાવીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.


પણ તમે તો યહોવાના યાજક કહેવાશો; આપણા ઈશ્વરના સેવક, એવું [નામ] તમને આપવામાં આવશે. વિદેશીઓની સંપત્તિ તમે ખાશો, ને તેમનું ગૌરવ [તમને પ્રાપ્ત થવા] માં તમે અભિમાન કરશો.


જો કે ઇબ્રાહિમ અમને જાણતો નથી, ને ઇઝરાયલ અમને કબૂલ કરતો નથી, તે છતાં તમે અમારા પિતા છો; હે યહોવા, તમે અમારા પિતા છો; પ્રાચીનકાળથી અમારો ‘ઉદ્ધાર કરનાર’ એ જ તમારું નામ છે.


કેમ કે પ્રભુએ કહ્યું, “ખચીત એ મારા લોકો, કપટ ન કરે એવાં છોકરાં છે.” અને તે તેઓના તારક થયા.


તમે તે જોશો, અને હરખાશો, તમારાં હાડકાં લીલોતરીની જેમ ખીલશે; અને યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે, ને પ્રભુના વૈરીઓ પર તે કોપાયમાન થશે.


વળી દુષ્ટોના હાથમાંથી હું તને છોડાવીશ, ને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.”


ત્યારે તેઓ જાણશે કે હું તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે છું, ને તેઓ, એટલે ઇઝરાયલના સંતાનો, મારી પ્રજા છે, એમ પ્રભુ યહોવા કહે છે.


તેમના પ્રકાશમાં [સર્વ] પ્રજાઓ ચાલશે. અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવે છે.


તેઓ [સર્વ] પ્રજાઓનાં ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે.


Lean sinn:

Sanasan


Sanasan