Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 60:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જે પ્રજા તથા જે રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; હા, તે પ્રજાઓ ખચીત ઉજ્જડ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તારી સેવા નહિ કરનાર પ્રજા અને રાષ્ટ્રોનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ખરેખર, જે પ્રજાઓ તથા રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; તે દેશોનો સંપૂર્ણપણે વિનાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પરંતુ જે પ્રજા કે રાજ્ય તારી તાબેદારી સ્વીકારવાની ના પાડશે તેનો નાશ થશે, તે ખેદાનમેદાન થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 60:12
18 Iomraidhean Croise  

લોકો તારી સેવા કરો, ને દેશજાતિઓ તારી આગળ નમો; તારા ભાઈઓનો ધણી થા, ને તારી માના દિકરા તારી આગળ નમો; જે હરેક તને શાપ આપે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદ પામે.”


ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું. કેમ કે તે જ અમારા શત્રુઓને છૂંદી નાખશે.


પુત્રને ચુંબન કરો, રખેને તેમને‍‍ રોષ ચઢે, અને તમે રસ્તામાં નાશ પામો, કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠશે. જેઓ તેમના પર ભરોસો રાખે છે, તે બધાને ધન્ય છે!


લોકો તેમને લઈને તેમના વતનમાં તેમને પાછા લાવશે; અને યહોવાની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ તથા દાસી તરીકે રાખશે. અને તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે; અને તેમના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.


જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજવાશે અને બદનામ થશે; તારી સાથે લડનારાં નહિ સરખાં થશે ને વિનાશ પામશે.


જુઓ, તેઓ એકત્ર થાય છે ખરા, પણ મારાથી નહિ; જેઓ તારી સામા એકત્ર થશે તેઓ તારે લીધે વિનાશ પામશે.


પણ જો તેઓ સાંભળશે નહિ, તો હું તે પ્રજાને પૂરેપૂરી ઉખેડી નાખીશ, ને તેને નષ્ટ કરીશ, ” એમ યહોવા કહે છે.


આપ જોતા હતા એટલામાં [કોઈ માણસના] હાથ અડક્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી, ને તેણે તે [મૂર્તિ] ની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી, તેમના પર મારો ચલાવ્યો, ને તેમને ભાંગીને તેમના ટુકડેટુકડા કર્યા.


ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરેચૂરા કરવામાં આવ્યા, તે ઉનાળાના ખાળમાંના ભૂસા જેવાં થઈ ગયાં; અને પવન તેમને એવી રીતે [ઊડાડી] લઈ ગયો કે તેમનું ઠામઠેકાણું રહ્યું નહિ. જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો, ને તેની આખી પૃથ્વી ભરાઈ ગઈ.


પણ પરાત્પર પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે.


રાજ્ય તથા સત્તા, ને આખા આકાશ નીચેનાં રાજ્યોનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે, ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે.’


હું એફ્રાઈમમાંથી રથને, તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધધનુષ્યને કાપી નાખવામાં આવશે; અને તે [સર્વ] પ્રજાઓને શાંતિનો બોધ કરશે; અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના‌ છેડા સુધી થશે.”


અને આ પથ્થર પર જે કોઈ પડશે, તેના ટુકડેટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે, તેનો ભૂકો તે કરી નાખશે.”


પરંતુ આ મારા વૈરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં લાવો, અને મારી આગળ મારી નાખો.”


Lean sinn:

Sanasan


Sanasan