Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 6:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેણે મારા હોઠોને તે અડકાડીને કહ્યું, “જો, આ તારા હોઠોને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે, અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેણે મારા હોઠને સળગતો અંગારો અડકાડીને કહ્યું, “જો, આ અંગારો તારા હોઠને અડકયો છે, એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું, “જો, આ તારા હોઠને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપ માફ થયું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને મારા મોંને અંગારો અડાડીને બોલ્યો; “જો, આ તારા હોઠને અડ્યો છે; તારો દોષ દૂર કરાયો છે, અને તારા પાપો દૂર કરવામાં આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 6:7
15 Iomraidhean Croise  

યરુશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાનાં સર્વ પાપોને લીધે બમણી [શિક્ષા] થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો.”


જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.


તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.


પણ આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણાં પાપોને લીધે તે કચડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે.


આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.


હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. યહોવા કહે છે કે, દૂરનાને તથા પાસેનાને શાંતિ, શાંતિ; અને હું તેને સાજો કરીશ.


પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડકાડયો; અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચન તારા મુખમાં મૂકયાં છે.


ત્યારે માનવી સ્વરૂપનો કોઈએક મારા હોઠોને અડક્યો. ત્યારે હું મારું મુખ ઉઘાડીને બોલ્યો, ને જે મારી આગળ ઊભો હતો તેને મેં કહ્યું, “હે મારા મુરબ્બી, સંદર્શનને લીધે મને ખેદ થયો છે, ને મારામાં કંઈ જ શક્તિ રહી નથી.


કેમ કે તે વખતે હું પ્રજાઓને શુદ્ધ કોઠો આપીશ, જેથી તેઓ યહોવાના નામની વિનંતી કરીને એકમતે તેમની સેવા કરે.


દૂતે એની આગળ ઊભેલાઓને કહ્યું કે, “એનાં અંગ પરથી મેલાં વસ્ત્ર કાઢી નાખો.” દૂતે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે, ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ.”


અને મૂસાએ હારુનને કહ્યું, “ધૂપપાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લે, ને તેના પર ધૂપ નાખ, ને તે તરત લોકોની પાસે લઈ જઈને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર; કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે. અને મરકી શરૂ થઈ છે.”


અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, “દીકરા, હિમ્મત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.”


પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan